ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / ગેહના વશિષ્ઠનો ચોંકાવનારો ખુલાસો, ‘કાસ્ટિંગ કાઉચની ડિમાન્ડ પૂરી ન કરી શકી’, છોડવી પડી ઈન્ડસ્ટ્રી
6 ફોટો ગેલેરી
Last Updated: 12:09 PM, 26 August 2026
1/6
2/6
ગેહના કહે છે કે તેને ડાયાબિટીસ છે, જેના કારણે તે કોઈની સાથે શારીરિક સંબંધ બાંધી શકતી નથી. તેણે કહ્યું, "બીજું એ કે, તે સમયે મારું વજન 46 થી 49 કિલોની વચ્ચે હતું. હું એટલી નબળી હતી કે કંઈ કરી શકતી નહોતી. હું કોઈને પણ શારીરિક સુખ આપી શકતી નહોતી." "કોઈની સાથે શારીરિક સંબંધ બાંધવા જેટલી માનસિક કે શારીરિક ક્ષમતા મારામાં નથી. જે લોકો મને ખરેખર ઓળખે છે પછી તે પુરુષો હોય કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો તેમાંથી કોઈ પણ એવું કહી શકે તેમ નથી કે તેઓ ગેહાનાની નજીક આવ્યા છે અથવા ગેહાનાએ કોઈની સાથે શારીરિક સંબંધ બાંધ્યો છે."
ADVERTISEMENT
3/6
એ વાત અલગ છે, પણ હું કોઈની સાથે શારીરિક સંબંધ બાંધતી નથી. હું કદાચ ઊલટસૂલટ વાતો કરું, મોટી-મોટી વાર્તાઓ ઘડી કાઢું કે ઓનલાઇન ગમે તે બકવાસ કરું પણ હું ક્યારેય કોઈની સાથે શારીરિક રીતે નજીક આવતી નથી. કારણ કે મને ખબર છે કે મારામાં એના માટેની શક્તિ નથી. ગેહનાએ ખુલાસો કર્યો કે, તેનું ડાયાબિટીસનું સ્તર એટલું ઊંચું છે કે તેણે દિવસ-રાત ઇન્જેક્શન લેવા પડે છે. તેણે કહ્યું, "હું દિવસમાં ઇન્સ્યુલિનના ચાર ડોઝ લઉં છું. મને ચિંતા થાય છે કે કદાચ હું કંઈક કરવા નીકળું અને પથારીમાં જ મારું મૃત્યુ થઈ જાય."
4/6
ગેહાનાએ ખુલાસો કર્યો કે જ્યારે તેણે સમાધાન કરવાનો ઇનકાર કર્યો, ત્યારે તેને કોઈ ભૂમિકામાંથી સંપૂર્ણપણે દૂર કરવાને બદલે ક્યારેક બાજુ પર રાખી દેવામાં આવતી હતી. જેમ કે, ક્યારેક તેના ચહેરા પર લાઇટ આપવામાં આવતી ન હતી અથવા તો જાણીજોઈને તેને અંધારામાં રાખવામાં આવતી હતી. ગેહનાએ વધુમાં સમજાવ્યું કે તેને સમજાતું નહોતું કે શું કરવું. તેને ન તો કામ કેવી રીતે કરવું તે સમજાતું હતું, ન તો તે ઘરે પાછી જઈ શકે તેમ હતી. તે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાની સ્થિતિમાં પણ નહોતી. તેની સંભાળ રાખવા કે તેને આર્થિક ટેકો આપવા માટે કોઈ 'શુગર ડેડી' પણ નહોતા.
ADVERTISEMENT
5/6
ગેહાનાએ કહ્યું કે ઈરોટિક શો કરવા સિવાય તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. જોકે, તેને આ બાબતે અફસોસ પણ છે. તેણે કહ્યું, "સાચું કહું તો દિલથી કહું છું, મને ઊંડો અફસોસ છે, અને તેની પાછળ એક કારણ પણ છે." એક્ટ્રેસે કહ્યું, "અમે હિન્દીભાષી છીએ. અમે શેરી નાટકો અને ઘણું થિયેટર કર્યું છે. મારો છેલ્લો શો જિસ દેશ લાહોર ની વેખ્યા હતો. મેં નોંધપાત્ર અને મહત્વપૂર્ણ કામ કર્યું છે અને દેખાવમાં પણ હું સારી લાગું છું. હું શિક્ષિત પણ છું, એક એન્જિનિયર છું. તેથી, ક્યારેક મને લાગે છે કે હું કદાચ બીજું કંઈક કરી શકી હોત."
6/6
ગહેનાએ કહ્યું, "તે એક પગલાએ મારી આખી કારકિર્દી બદલી નાખી, લોકો એ જાણવા પણ નથી માંગતા કે હું કોણ છું કે મેં ક્યાંથી શરૂઆત કરી હતી. જ્યારે હું કોઈ પુરુષ સાથે વાત કરું છું, ત્યારે તે માત્ર મારો લાભ ઉઠાવવાની તક શોધતો હોય છે. જ્યારે હું મેટ્રિમોનિયલ સાઇટ્સ પર પ્રોફાઇલ બનાવું છું, ત્યારે તે ડિલીટ થઈ જાય છે. લોકોને તો મારી ટિંડર પ્રોફાઇલ પણ નકલી લાગે છે. હકીકત એ છે કે, હું વર્ષોથી સિંગલ છું."
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ