ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુરુ-શિષ્યના સંબંધને લજવતો કિસ્સો, શાળાના આચાર્ય સામે નોંધાયો POCSOનો કેસ

બોટાદ / ગુરુ-શિષ્યના સંબંધને લજવતો કિસ્સો, શાળાના આચાર્ય સામે નોંધાયો POCSOનો કેસ

Published By: Vishal Khamar
Reported By: Raju Baraiya

Last Updated: 10:41 AM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદના રાણપુર તાલુકાની બરાનીયા શાળાના આચાર્ય હર્ષદભાઈ જાલા સામે વિદ્યાર્થિનીઓ સાથે અડપલા કરવાના આક્ષેપો બાદ POCSO એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી.

ADVERTISEMENT

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બરાનીયા ગામમાં આવેલી શાળાના આચાર્ય હર્ષદભાઈ જાલા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.

મળતી માહિતી મુજબ, શાળાના આચાર્ય હર્ષદભાઈ જાલા વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરતા હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા. આ મામલે ગઈકાલે બરાનીયા ગામના લોકોએ રાણપુર પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી.

ગ્રામજનોના આક્ષેપ મુજબ, આચાર્ય દ્વારા વિદ્યાર્થીનીઓને ત્રાસ આપવામાં આવતો હતો. તેમજ આ મામલે આચાર્યને રજૂઆત કરવા જતા તેઓ ફરિયાદ કરવાની ધમકી આપતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.

બીજી તરફ, ગઈકાલે આચાર્ય હર્ષદભાઈ જાલાએ પોતાના પર લાગેલા આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા. જોકે, ગ્રામજનોની રજૂઆત બાદ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ જૂનાગઢના કેશોદમાં મિલકત વેચાણમાં મોટો ફ્રોડ, 17 લાખના 16 પ્લોટના બોગસ દસ્તાવેજ બનાવી ફરી વેચી નાખ્યા

હાલ રાણપુર પોલીસે આચાર્ય હર્ષદભાઈ જાલા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ દરમિયાન આક્ષેપોની હકીકત અને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Botad news Baraniya school Ranpur news

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ