ન્યૂઝ અપડેટ્સ
7 ફોટો ગેલેરી
Last Updated: 11:45 PM, 25 August 2026
1/7
શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવાતા રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર ભદ્રા કાળ દરમિયાન રાખડી બાંધવી અત્યંત અશુભ માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર, શૂર્પણખાએ રાવણને ભદ્રા કાળમાં રાખડી બાંધી હતી, જેના પરિણામે સમગ્ર રાવણ કુળનો વિનાશ થયો હતો. જ્યોતિષશાસ્ત્ર અને શાસ્ત્રોમાં ભદ્રા કાળ દરમિયાન કોઈ પણ મંગળ કે શુભ કાર્ય કરવાની સખત મનાઈ કરવામાં આવી છે.
2/7
સનાતન પરંપરામાં ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષણના પ્રતીક સમાન રક્ષાબંધનના તહેવારનું ખૂબ જ ધાર્મિક અને આધ્યત્મિક મહત્વ છે. આ દિવસે બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિ માટે કલાઈ પર રક્ષાસૂત્ર બાંધે છે અને ભાઈ તેની આજીવન રક્ષા કરવાનું વચન આપે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં રક્ષાબંધન પર 'ભદ્રા કાળ' નુ ધ્યાનમાં રાખવું અત્યંત જરૂરી માનવામાં આવ્યું છે.
ADVERTISEMENT
3/7
4/7
જ્યોતિષ અને પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભદ્રાને સૂર્યદેવના પુત્રી અને શનિદેવના બહેન માનવામાં આવ્યા છે. તેમનો સ્વભાવ અત્યંત ઉગ્ર અને વિનાશકારી માનવામાં આવે છે. આ જ કારણે ભદ્રા કાળ દરમિયાન કરવામાં આવેલું કોઈ પણ શુક્ર કે મંગળ કાર્ય સફળ થતું નથી અને તેનું વિપરીત પરિણામ ભોગવવું પડે છે.
ADVERTISEMENT
5/7
ભદ્રા કાળમાં રાખડી ન બાંધવા પાછળ એક પૌરાણિક કથા જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે લંકાપતિ રાવણની બહેન શૂરપણખાએ તેને ભદ્રા કાળમાં રાખડી બાંધી હતી. આ અશુભ મુહૂર્તના પ્રભાવથી રાવણનો અહંકાર વધ્યો અને અંતે તેના સમગ્ર કુળનો વિનાશ થયો. આ જ કારણોસર રક્ષાબંધનના દિવસે ભદ્રાનો છાયો હોય ત્યારે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવાનું ટાળે છે.
6/7
ભદ્રા કાળ દરમિયાન આ કાર્યો વર્જિત છે. રક્ષાબંધન પર રાખડી બાંધવા ઉપરાંત ભદ્રા કાળમાં નીચે મુજબના શુભ કાર્યો પણ ન કરવા જોઈએ. વિવાહ, સગાઈ, મુંડન, અને નામકરણ સંસ્કાર, નવા મકાનનો પાયો નાખવો, ભૂમિ પૂજન કરવું કે ગૃહ પ્રવેશ કરવો નવો બિઝનેસ શરૂ કરવો કે નવી દુકાનનું ઉદ્ઘાટન કરવું.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ