ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / ગુજરાતી અભિનેત્રીના પતિ અને ફિલ્મ નિર્માતા કુકુ કોહલીનું હાર્ટએટેકથી અવસાન, બોલીવૂડમાં શોક

મુંબઈ / ગુજરાતી અભિનેત્રીના પતિ અને ફિલ્મ નિર્માતા કુકુ કોહલીનું હાર્ટએટેકથી અવસાન, બોલીવૂડમાં શોક

Published By: Hiralal Parmar

Last Updated: 10:38 PM, 25 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ જગતમાંથી એક દુખદ સમાચાર આવ્યાં છે. હાર્ટએટેકને કારણે દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું અવસાન થયું છે.

ADVERTISEMENT

બોલીવૂડમાંથી દુખદ સમાચાર આવ્યાં છે. પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કુકુ કોહલીનું 77 વર્ષની વયે નિધન થયું છે. "ફૂલ ઔર કાંટે" ફિલ્મથી અજય દેવગણને બોલિવૂડમાં મોટો બ્રેક આપનાર કુકુ કોહલીએ મંગળવારે અંતિમ શ્વાસ લીધા. તેમને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમનું અવસાન થયું હતું.

ભાઈ બલરાજે કરી પુષ્ટિ

કુકુ કોહલીના ભાઈ બલરાજ ઈરાનીએ તેમના મૃત્યુની પુષ્ટિ કરી. તેમણે કહ્યું કે કુકુ થોડા દિવસોથી બીમાર હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હૃદયમાં બ્લોકેજ હોવાનું જાણવા મળ્યું હતું અને મંગળવારે તેમનું સ્ટેન્ટ સર્જરી કરવામાં આવ્યું હતું.

હૃદયરોગનો મોટો હુમલો આવ્યો

બલરાજ ઈરાનીએ જણાવ્યું હતું કે સ્ટેન્ટ નાખ્યા પછી કુકુ કોહલી એકદમ સ્વસ્થ દેખાતા હતા. પરંતુ અચાનક, બુધવારે સાંજે, તેમને હૃદયરોગનો મોટો હુમલો આવ્યો. તેમણે કહ્યું કે તે સમયે કુકુ તેના પરિવાર સાથે વાત કરી રહ્યાં હતા અને અચાનક પડી ગયા હતા. પરિવાર માટે આ એક ભયંકર આઘાત હતો.

ગુરુવારે અંતિમ સંસ્કાર કરાશે

કુકુ કોહલીના અંતિમ સંસ્કાર ગુરુવારે મુંબઈના ઓશિવારા સ્મશાનગૃહમાં કરવામાં આવશે. તેમના મૃત્યુના સમાચારથી ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે.

અરુણા ઈરાની સાથે લગ્ન

કુકુ કોહલીએ પીઢ અભિનેત્રી અરુણા ઈરાની સાથે લગ્ન કર્યા હતા. જોકે, તેમને તેમના પહેલા લગ્નથી બે પુત્રીઓ છે. એક ખાનગી વ્યક્તિત્વ ધરાવતા કુકુએ મુખ્યત્વે ફિલ્મો દ્વારા પોતાની ઓળખ બનાવી હતી.

વધુ વાંચો : ઉપલેટામાં ભત્રીજાએ છરીના ઘા મારીને કાકાની હત્યા કરી, પોલીસે ગણતરીની પળોમાં ઝડપી પાડ્યો

અજય દેવગનને સ્ટાર બનાવવામાં ફાળો

કુકુ કોહલીનું નામ ખાસ કરીને અજય દેવગનના હિન્દી સિનેમાના કરિયર સાથે સંકળાયેલું છે. તેમણે 1991 માં આવેલી ફિલ્મ "ફૂલ ઔર કાંટે" નું દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મ અજય દેવગનના બોલિવૂડમાં પ્રવેશનું પ્રતીક હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kuku Kohli Death Kuku Kohli news Kuku Kohli

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ