ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં TRB જવાન સાથે મારઝૂડ કરનાર રિક્ષાચાલકની ધરપકડ, વિક્ટોરિયા ગાર્ડન પાસે બબાલ
Last Updated: 02:51 PM, 25 August 2026
ADVERTISEMENT
વિક્ટોરિયા ગાર્ડન પાસે સિગ્નલ બંધ હોવા છતાં પુરઝડપે રિક્ષા દોડાવી રહેલા ચાલકને રોકવાનો પ્રયાસ કરતાં બબાલ સર્જાઈ હતી. રિક્ષા ટીઆરબી જવાન સાથે અથડાતાં કાચ તૂટી ગયો હતો. ત્યાર બાદ રિક્ષાચાલકે ટીઆરબી જવાન સાથે મારઝૂડ કરી પોલીસકર્મીને ધક્કો મારી નીચે પાડી દીધો હતો. આ મામલે ઈ- ટ્રાફિક પોલીસે ગુનો નોંધી રિક્ષાચાલકની ધરપકડ કરી છે.
ADVERTISEMENT
ટીઆરબી જવાન વિક્ટોરિયા બીટમાં ફરજ પર
ઈ- ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં રાહુલ પટણી ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવે છે અને હાલમાં વિક્ટોરિયા બીટમાં ફરજ પર છે. સોમવારે બપોરે તેઓ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના પાછળના ગેટ પાસે અન્ય જવાન સાથે ફરજ પર હતા તે દરમિયાન રાયખડ ચાર રસ્તા તરફથી એક રિક્ષા સિગ્નલ બંધ હોવા છતાં પુરઝડપે જુમ્મા મસ્જિદ તરફ જઈ રહી હતી.
ADVERTISEMENT
વાયરલ વિડિયો આધારે “ઈ ટ્રાફિક પો.સ્ટે.” દ્વારા BNS 121(1), 221,281 & MV Act 177, 184 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.#ahmedabadtrafficpolice #ahmedabadpolice #gujaratpolice @AhmedabadPolice pic.twitter.com/iprdgS6GQa
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) August 24, 2026
રિક્ષા જવાનના હાથ સાથે અથડાઈ
ADVERTISEMENT
રાહુલ પટણીએ રિક્ષાને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે રિક્ષા ઊભી રાખી નહોતી અને રિક્ષા જવાનના હાથ સાથે અથડાઈ હતી. અથડામણમાં રિક્ષાનો કાચ તૂટી ગયો હતો. ત્યાર બાદ ચાલકે મને હાથ કેમ કર્યો? કહી રાહુલ સાથે બોલાચાલી શરૂ કરી અને માર મારવા લાગ્યો હતો. આ દરમિયાન અન્ય પોલીસકર્મી વચ્ચે પડતાં ચાલકે મનોજભાઈ નામના પોલીસકર્મીને ધક્કો મારી નીચે પાડી દીધા હતા.
આ પણ વાંચોઃ લાઠીના દૂધાળામાં ‘ગુજરાત ગૌરવ સરોવર’નું 27 ઓગસ્ટે લોકાર્પણ! અમિત શાહ કરશે ઉદ્ઘાટન, ડ્રોન નજારો મનમોહક
ADVERTISEMENT
રિક્ષાચાલકને પકડી પોલીસ સ્ટેશન લઈ ગયા
જેથી અન્ય જવાનોએ તાત્કાલિક દરમિયાનગીરી કરી રિક્ષાચાલકને પકડી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પૂછપરછમાં તેનું નામ જિગર સોલંકી અને તે બહેરામપુરામાં રહેતો હોવાનું સામે આવ્યું હતું. ઈ-ટ્રાફિક પોલીસે સરકારી ફરજમાં અડચણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી જિગરની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT