ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લાઠીના દૂધાળામાં ‘ગુજરાત ગૌરવ સરોવર’નું 27 ઓગસ્ટે લોકાર્પણ! અમિત શાહ કરશે ઉદ્ઘાટન, ડ્રોન નજારો મનમોહક

VIDEO / લાઠીના દૂધાળામાં ‘ગુજરાત ગૌરવ સરોવર’નું 27 ઓગસ્ટે લોકાર્પણ! અમિત શાહ કરશે ઉદ્ઘાટન, ડ્રોન નજારો મનમોહક

Published By: Vishal Khamar
Reported By: Dilip Jiruka

Last Updated: 01:59 PM, 25 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાઠીના દુઘાળા ગામે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલા ગુજરાત ગૌરવ સરોવરનું 27 ઓગસ્ટે અમિત શાહના હસ્તે લોકાર્પણ થશે. સરોવરમાં 24 કરોડ લિટર પાણી સંગ્રહાશે.

ADVERTISEMENT

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુઘાળા ગામે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા રૂ. 4 કરોડથી વધુના અંદાજિત ખર્ચે તૈયાર કરાયેલા ‘ગુજરાત ગૌરવ સરોવર’નું 27 ઓગસ્ટે સવારે 10 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આશરે 80 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલા આ વિશાળ સરોવરમાં અંદાજિત 24 કરોડ લિટર પાણી સંગ્રહવાની ક્ષમતા છે.

ગાગડિયા નદીના 57 કિલોમીટર વિસ્તારમાં ધોળકિયા ફાઉન્ડેશનના જળસંચય અભિયાન હેઠળ 40 ચેકડેમ અને સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કામગીરીથી અમરેલીના એક સમયે ‘ખારાપાટ’ તરીકે ઓળખાતા વિસ્તારમાં જળસંચય વધ્યો છે અને 70થી વધુ ગામોના ખેડૂતોને તેનો સીધો લાભ મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

2017 પહેલાં પાણીની તંગીથી ખેતી પર અસર

વર્ષ 2017 પહેલાં ગાગડિયા નદી આસપાસનો વિસ્તાર પાણીની અછતને કારણે ખારાપાટ તરીકે ઓળખાતો હતો. વરસાદની અનિશ્ચિતતા અને ભૂગર્ભ જળના નીચા સ્તરને કારણે ખેતી મુશ્કેલ બની હતી. ત્યારબાદ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા રાજ્ય સરકારના સહયોગથી જળસંચયનું અભિયાન શરૂ કરવામાં આવ્યું. ગાગડિયા નદીના 57 કિમી વિસ્તારમાં ચેકડેમ અને સરોવરોના નિર્માણથી વરસાદી પાણીના સંગ્રહમાં વધારો થયો છે. સ્થાનિક સ્તરે ભૂગર્ભ જળસ્તર ઊંચું આવતાં ખેતીને પણ ફાયદો થયો હોવાનું જણાવવામાં આવે છે.

ખેડૂતોના જીવનમાં પરિવર્તન

સ્થાનિક ખેડૂત ઘનશ્યામ ખૂંટના જણાવ્યા મુજબ, સરોવરો બન્યા બાદ સમગ્ર વિસ્તારમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળ્યું છે. પાણીની ઉપલબ્ધતા વધતાં ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે અને ખેતી વધુ મજબૂત બની છે. પાણીના સ્તરમાં સુધારાને કારણે જમીનના ભાવમાં પણ વધારો થયો હોવાનું સ્થાનિક સ્તરે જણાવાયું છે.

અમિત શાહના જળસંચય પ્રત્યેના અભિગમનો ઉલ્લેખ

ધોળકિયા ફાઉન્ડેશનના સવજી ધોળકિયાએ જણાવ્યું કે અમિત શાહ જળ સંરક્ષણના આ કાર્યને પ્રોત્સાહિત કરવા માટે લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમણે અગાઉના એક પ્રસંગને યાદ કરતાં જણાવ્યું કે અમિત શાહે તેમના માટે પણ એક સરોવર બાકી રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

ગુજરાતમાં 200 સરોવરો પૂર્ણ કરવાનો દાવો

ધોળકિયા ફાઉન્ડેશનના સભ્ય નીતિન સાવલિયાના જણાવ્યા મુજબ, ‘ગુજરાત ગૌરવ સરોવર’માં અંદાજિત 24 કરોડ લિટર પાણી સંગ્રહાઈ શકે છે. ફાઉન્ડેશન દ્વારા ગુજરાતમાં અત્યાર સુધીમાં 200 સરોવરોના કામ પૂર્ણ કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ રાજ્યની 25 નગરપાલિકાઓના ચીફ ઓફિસરોની બદલી, તહેવાર પહેલા મોટો ફેરફાર

આ જળસંચયના માળખાના કારણે વરસાદ ઓછો પડ્યા બાદ પણ ખેતી માટે પાણીની ઉપલબ્ધતા જળવાઈ રહેવામાં મદદ મળી રહી છે. ગાગડિયા નદી વિસ્તારમાં હાથ ધરાયેલા આ પ્રયાસોથી અમરેલીના ખારાપાટ વિસ્તારમાં ખેતી અને ગ્રામ્ય અર્થતંત્રને લાંબા ગાળે વેગ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dudhāla village reservoir Amit Shah Amreli visit Lathi taluka

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ