ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ડુંગળીના વધતા ભાવ વચ્ચે સરકારનો મોટો નિર્ણય! ‘કાંદા એક્સપ્રેસ’થી આવશે સસ્તી ડુંગળી, ₹35 કિલોમાં વેચાણ
Last Updated: 08:00 AM, 25 August 2026
ડુંગળીનો પુરવઠો વધારવા અને તેના વધતા ભાવ પર નિયંત્રણ લાવવા માટે મહારાષ્ટ્રથી 'કાંદા એક્સપ્રેસ' નામની એક વિશેષ ટ્રેન રવાના થઈ છે. તે મંગળવારે એટલ કે આજે દિલ્હી પહોંચશે અને ત્યાંથી બુધવાર સુધીમાં દેશના અન્ય ભાગોમાં ડુંગળીનું વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ, કેન્દ્ર સરકાર દિલ્હી-એનસીઆર , ચેન્નાઈ, કોલકાતા અને ગુવાહાટીમાં ₹35 પ્રતિ કિલોગ્રામના રાહત દરે ડુંગળીનું વેચાણ શરૂ કરશે.
ADVERTISEMENT
ગ્રાહકોના મામલામાં મંત્રાલયના સચિવ નિધિ ખરેએ મીડિયાને જણાવ્યું હતું કે 'કાંદા એક્સપ્રેસ' દ્વારા પુરવઠો આવ્યા બાદ વિભાગ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવશે, જેનાથી છૂટક બજારમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થશે. તેમણે કહ્યું કે અગાઉની જેમ જ આ ડુંગળીનું વેચાણ NAFED, NCCF, સ્ટોલ્સ અને મોબાઈલ વાન દ્વારા કરવામાં આવશે. એક પ્રમાણભૂત 'ફુલ રેક'માં 42 થી 58 ડબ્બા હોય છે, જ્યારે 'મિની-રેક'માં 20 ડબ્બા હોય છે. આ શિપમેન્ટમાં એક જ રેકમાં 2,200 ટન ડુંગળી આવે છે, જે લગભગ ચાલીસ ટ્રકના ભાર બરાબર છે.

ADVERTISEMENT
તહેવારની જરુરિયાતો માટે પૂરતો સ્ટોક
ખરેએ જણાવ્યું હતું કે, દેશમાં ડુંગળીની કૃત્રિમ અછત ઊભી કરવામાં આવી રહી છે અને આ પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. તહેવારોની મોસમની માંગને પહોંચી વળવા માટે ડુંગળીનો વર્તમાન જથ્થો(સ્ટોક) પૂરતો છે. તેથી, ગ્રાહકોએ તહેવારો દરમિયાન ડુંગળીના ઊંચા ભાવનો બોજ સહન કરવો પડશે નહીં. દેશમાં દૈનિક સરેરાશ 45 હજાર ટન ડુંગળીની જરૂરિયાત રહે છે, જે વાર્ષિક 1.6 થી 1.7 કરોડ ટન વપરાશ જેટલી થાય છે.
ADVERTISEMENT
સરકારના અગાઉના અંદાજો મુજબ, દેશમાં ડુંગળીનું ઉત્પાદન 307.37 લાખ ટન થવાનો અંદાજ છે, જે અગાઉના વર્ષના 307.67 લાખ ટન જેટલું જ છે.
આ પણ વાંચોઃ ખાંડના વધતા ભાવ વચ્ચે મોટી રાહત! ISMAએ કહ્યું- દેશમાં અછત નથી, આગામી દિવસોમાં ભાવ ઘટવાની શક્યતા
ADVERTISEMENT
ખાંડની કમી નથી, ભાવ ઘટશેઃ ISMA
ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ISMA) એ જણાવ્યું છે કે, દેશમાં ખાંડની કોઈ અછત નથી અને આગામી દિવસોમાં તેના ભાવમાં ઘટાડો થવાની અપેક્ષા છે. એસોસિએશનના પ્રમુખ નીરજ શિરગાઓકરે સોમવારે કહ્યું હતું કે, ખાંડના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા પાછળ અનેક કારણો જવાબદાર છે. જોકે, 1 મિલિયન ટન કાચી ખાંડની ટેક્સ-ફ્રી આયાતને મંજૂરી મળ્યા બાદ ભાવ ઘટવાનું શરૂ થયું છે. ચાલુ માર્કેટિંગ સીઝનના અંતે દેશમાં 3.5 મિલિયન ટન ખાંડનો સ્ટોક ઉપલબ્ધ હશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.