ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / વારંવાર સંબંધ બાંધ્યો, ચોટીલા મંદિરે સેંથો પુરી પત્ની માની પણ લગ્ન ન કર્યાં, રાજકોટમાં યુવક ઝડપાયો
Last Updated: 09:02 PM, 24 August 2026
રાજકોટમાં રહી પી.એચ.ડી.નો અભ્યાસ કરતી એક યુવતી સાથે પ્રેમસંબંધ બાંધી, લગ્નની ખોટી લાલચ આપી અવારનવાર શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધા બાદ દવા આપી ગર્ભપાત કરાવી દઈ દગો દેવાના ગંભીર કિસ્સામાં રાજકોટ એ-ડિવિઝન પોલીસે ગુનો નોંધી જેતપુર તાલુકાના ડેડરવા ગામના આરોપી ચિંતન ભરતભાઈ મકવાણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી દ્વારા યુવતીને અલગ અલગ સ્થળોએ ફરવા લઇ જઇ શરીર સબંધ બાંધ્યા હોવાનો અને ચોટીલા મંદિરે માતાજીની સાક્ષીએ સેંથો પુરી પત્ની માની પણ લગ્ન ન કર્યા હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયા મારફતે પ્રેમમાં પડ્યાં
મૂળ જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની વતની અને હાલ રાજકોટના નાના મવા સર્કલ નજીક રહી કાલાવાડ રોડ પર આવેલા શો-રૂમમાં પ્રાઈવેટ નોકરી કરવાની સાથે જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી હિંદી વિષયમાં પી.એચ.ડી. કરતી યુવતી વર્ષ 2021માં જેતપુરની બોસમીયા કોલેજમાં બી.એ.નો અભ્યાસ કરતી હતી દરમિયાન બી.કોમ.માં અભ્યાસ કરતા ચિંતન મકવાણા સાથે પરિચય થયો હતો, જે બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતાં તેઓ ફોન અને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં રહેતા હતા. જૂનાગઢ કલાસીસ કરવા જતી વખતે પણ યુવતી આરોપીના બાઇક પર જતી હતી અને આજુબાજુના સ્થળે ફરવા જતાં હતાં.
ADVERTISEMENT
લગ્ન કરવાનું કહી પ્રથમ વખત શારીરિક સંબંધ બાંધ્યો
2022માં યુવતી વધુ અભ્યાસ અર્થે રાજકોટ રહેવા આવી ત્યારે પણ ચિંતન અવારનવાર તેને મળવા આવતો હતો અને પોતાનું માસ્ટર પૂરું થયા બાદ તેની સાથે લગ્ન કરી લેશે તેવી ખાતરી આપી હતી. ત્યારબાદ ફેબ્રુઆરી 2023માં રાજકોટના કિસાનપરા ચોક પાસે આવેલી હોટેલમાં આરોપી યુવતીને લઈ ગયો હતો અને લગ્ન કરવાનું કહી પ્રથમ વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ પછી બંને અવારનવાર હોટેલમાં મળતા હતા અને શારીરિક સંબંધ બાંધતા હતા. દરમિયાન જુલાઈ 2024માં યુવતીને બે માસનો ગર્ભ રહી જતાં તેણે ચિંતનને જાણ કરી હતી જેથી ચિંતને ગર્ભપાત કરાવવાની દવા મોકલી આપતાં યુવતીએ ગર્ભ કઢાવી નાખ્યો હતો.
ADVERTISEMENT
ચોટીલા મંદિરે સેંથો પુરીને પત્ની સ્વીકારી પણ લગ્ન ન કર્યાં
2025માં બંને ચોટીલા ફરવા ગયા હતા ત્યારે ચામુંડા માતાજીના મંદિરે ચિંતને યુવતીનો સેંથો પૂરી માતાજીની સાક્ષીમાં તેને પત્ની તરીકે સ્વીકારી હતી પરંતુ ત્યારબાદ અવારનવાર બહાના બતાવી લગ્ન કરવાનું ટાળતો હતો. ઓગસ્ટ 2026માં બંનેએ વડીયા ખાતે વકીલને મળી કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યું હતું અને ચિંતનના કહેવાથી યુવતી રાજકોટથી નવાગઢ પહોંચી હતી પરંતુ ત્યાં તેના પરિવારજનો આવી જતાં યુવતી પરત રાજકોટ આવી ગઈ હતી અને ચિંતનને ગોંડલ ચોકડીએ બોલાવ્યો હતો.
ADVERTISEMENT
વોટ્સએપમાં માફી માંગીને નંબર કર્યો બ્લોક
ADVERTISEMENT
આ વખતે ચિંતન તેને જેતપુર ડેડરવા પોતાના ઘરે લઈ જવા નીકળ્યો હતો પરંતુ ત્યાંથી પોતાના સંબંધીના ઘરે લઈ ગયો હતો જ્યાં લગ્ન માટે બે-ત્રણ દિવસનો સમય માગ્યો હતો. આરોપી ચિંતને વોટ્સએપમાં માફીનો મેસેજ મોકલી યુવતીનો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો હતો. જેથી યુવતીએ ફરિયાદ નોંધાવતા એ-ડિવિઝન પોલીસે આરોપી ચિંતન મકવાણા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.