ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રક્ષાબંધન પર મહિલાઓને મોટી ભેટ, AMTSમાં ફ્રી મુસાફરીનો નિર્ણય
Last Updated: 06:53 PM, 24 August 2026
અમદાવાદ: રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા શહેરની મહિલાઓને ખાસ ભેટ આપવામાં આવી છે. રક્ષાબંધનના દિવસે મહિલાઓ AMTSની બસોમાં નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. આ સાથે 15 વર્ષ સુધીના બાળકોને પણ બસમાં મુસાફરી માટે ટિકિટ લેવાની રહેશે નહીં.
ADVERTISEMENT
રક્ષાબંધનના દિવસે ટિકિટની જરૂર નહીં પડે
ADVERTISEMENT
AMTS દ્વારા લેવામાં આવેલા નિર્ણય મુજબ રક્ષાબંધનના દિવસે મહિલાઓ તથા 15 વર્ષ સુધીના બાળકો AMTSની બસમાં વિના ટિકિટ મુસાફરી કરી શકશે. તહેવારના દિવસે બહેનોને પોતાના ભાઈઓને રાખડી બાંધવા માટે શહેરમાં સરળતાથી અવરજવર કરી શકાય તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
2025માં 3.72 લાખ મહિલાઓએ લાભ લીધો હતો
ગત વર્ષે પણ રક્ષાબંધનના દિવસે AMTS દ્વારા મહિલાઓને મફત મુસાફરીની સુવિધા આપવામાં આવી હતી. વર્ષ 2025માં રક્ષાબંધનના દિવસે આશરે 3.72 લાખ મહિલા મુસાફરોએ આ સુવિધાનો લાભ લીધો હતો. આ વર્ષે પણ મોટી સંખ્યામાં મહિલાઓ આ યોજનાનો લાભ લે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ TAT પરીક્ષાને લઈ 20 સપ્ટેમ્બર સુધી ફરજિયાત રજા ? શિક્ષણ વિભાગે કરી સ્પષ્ટતા
ADVERTISEMENT
તહેવારના દિવસે મુસાફરોને મોટી રાહત
રક્ષાબંધન દરમિયાન બજારો, રહેણાંક વિસ્તારો અને શહેરના વિવિધ ભાગોમાં અવરજવર વધતી હોય છે. ત્યારે AMTSનો આ નિર્ણય મહિલાઓ અને તેમના બાળકો માટે મુસાફરીનો ખર્ચ બચાવવાની સાથે તહેવારના દિવસે જાહેર પરિવહનનો ઉપયોગ સરળ બનાવશે. AMTSના આ નિર્ણયથી અમદાવાદની બહેનો માટે રક્ષાબંધનનો દિવસ વધુ સુવિધાજનક બનશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.