ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / Raksha Bandhan 2026: 28 ઓગસ્ટે કુંભ રાશિમાં ચંદ્રગ્રહણ! આ 4 રાશિએ રહેવું પડશે સાવધાન
6 ફોટો ગેલેરી
Last Updated: 07:45 PM, 24 August 2026
1/6
28 ઓગસ્ટે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાશે. આ જ દિવસે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ પણ લાગવાનું છે. જ્યોતિષીય ગણતરી મુજબ આ ગ્રહણ કુંભ રાશિમાં થશે, જેના સ્વામી શનિ દેવ માનવામાં આવે છે. ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં છતાં જ્યોતિષીઓના મતે રક્ષાબંધનના દિવસે શનિની રાશિમાં ચંદ્રગ્રહણ લાગવું ચાર રાશિઓ માટે અશુભ સાબિત થઈ શકે છે. આ રાશિઓના જાતકોએ રક્ષાબંધન અને ત્યારબાદ આશરે 15 દિવસ સુધી વિશેષ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. ચાલો વિષે જાણીએ.
2/6
તમારા પર શનિની સાડાસાતીનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે. આ ગ્રહણનો અશુભ પ્રભાવ તેમના પર પડી શકે છે. માનસિક સ્થિતિ અસ્થિર થઈ શકે છે, ઘબરાટ વધી શકે છે. અજાણ્યા ભયનો અનુભવ પણ થઈ શકે છે. ચાલુ કામોમાં અડચણો આવવાના સંકેત છે અને આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવાઈ શકે છે. પ્રેમ અને સંતાન સંબંધિત બાબતોમાં પણ ઉતાર-ચઢાવ રહેવાની શક્યતા છે. આ સમયે ધીરજ રાખવું જરૂરી છે.
3/6
આ જાતકોને ભાવનાત્મક ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. આવકમાં ઘટાડાના સંકેત છે જ્યારે ખર્ચ વધી શકે છે. આર્થિક બાબતોમાં વિશેષ સાવધાની જરૂરી છે. સ્વાસ્થ્ય સંબંધિત તકલીફો પણ પરેશાન કરી શકે છે. ચિંતાઓને કારણે મન અશાંત રહી શકે છે. આથી નાની-મોટી વાતોને લઈને વધુ પરેશાન થવાનું ટાળવું વધુ સારું.
4/6
તમારા પર શનિની ઢૈયાનો પ્રભાવ છે. આ ચંદ્રગ્રહણ તેમના માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. પોતાના સાથે જીવનસાથીના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું જરૂરી રહેશે. દાંપત્ય જીવનમાં તકલીફો ચાલુ રહી શકે છે. આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર પડી શકે છે અને ધનહાનિના સંકેત છે. આ સમયે નવા રોકાણથી દૂર રહેવાની સલાહ છે કેમ કે આર્થિક બાબતોમાં કોઈપણ ઉતાવળ નુકસાનકારક સાબિત થઈ શકે છે
5/6
કુંભ રાશિમાં જ આ ગ્રહણ લાગવાનું છે અને આ રાશિ પર સાડાસાતીનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. ચંદ્રગ્રહણને કારણે વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. સંતાન સંબંધિત બાબતોમાં પણ તકલીફો રહી શકે છે. ધનહાનિના સંકેત છે તેથી નાણાં સંબંધિત કામોમાં વિશેષ સાવધાની રાખો અને અજાણ્યા વ્યક્તિ સાથે કોઈપણ નાણાકીય વ્યવહાર ન કરો. હિંમતમાં ઘટાડો અનુભવાઈ શકે છે. કામોમાં અડચણો આવશે અને મહેનતનું ફળ ન મળવાથી મન પરેશાન રહી શકે છે.
6/6
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ