ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સ્વાઈન ફ્લૂ છે કે સામાન્ય વાયરલ ફીવર? અચાનક તાવ, શરીરમાં દુખાવો જેવા લક્ષણોથી જાણો ફરક

photo-story

11 ફોટો ગેલેરી

હેલ્થ / સ્વાઈન ફ્લૂ છે કે સામાન્ય વાયરલ ફીવર? અચાનક તાવ, શરીરમાં દુખાવો જેવા લક્ષણોથી જાણો ફરક

Last Updated: 09:16 PM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સ્વાઇન ફ્લૂ અને સામાન્ય વાયરલના શરૂઆતના લક્ષણો લગભગ સરખા હોય છે આથી માત્ર લક્ષણોથી નિર્ણય ન લો. જરૂર પડ્યે ટેસ્ટ કરાવો. કેમ કે, હાલમાં સ્વાઇન ફ્લૂના કેસ વધી રહ્યા છે.

1/11

photoStories-logo

1. સામાન્ય વાયરલ અને ફ્લૂ

દિલ્હી-એનસીઆરમાં હોસ્પિટલો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. જેમાં લગભગ દર ત્રીજા ઘરમાં કોઈ ને કોઈને તાવ છે. સરકાર પણ સ્વાઇન ફ્લૂના વધતા કેસોને લઈને ચિંતિત છે. પણ આ ઋતુ તો સામાન્ય વાયરલ અને ફ્લૂની પણ છે ને? તો કેવી રીતે ખબર પડે કે તમને થયેલો તાવ સામાન્ય વાયરલ, શરદી-જુકામ છે કે પછી સ્વાઇન ફ્લૂ એટલે કે H1N1ની પકડમાં તમે આવી ગયા છો?

આ તસવીર શેર કરો

logo logo logo

2/11

photoStories-logo

2. સ્વાઇન ફ્લૂ

સ્વાઇન ફ્લૂ (H1N1), સામાન્ય વાયરલ ફીવર અને શરદી-જુકામ એમ ત્રણેય શ્વસનતંત્રને અસર કરી શકે છે. પણ H1N1 એ ઇન્ફ્લુએન્ઝા A વાયરસનો એક સ્ટ્રેન છે અને અમુક લોકોમાં તેનું ઇન્ફેકશન વધુ ગંભીર બની શકે છે. એક સર્વે મુજબ, દિલ્હી-એનસીઆરમાં લગભગ 54 ટકા ઘરોમાં ઓછામાં ઓછા એક સભ્યને ફ્લૂ કે વાયરલ તાવ જેવા લક્ષણો અનુભવાઈ રહ્યા છે. તો ચાલો જાણીએ કે સ્વાઇન ફ્લૂ છે કે સામાન્ય વાયરલ ઇન્ફેક્શન કેવી રીતે ઓળખવા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/11

photoStories-logo

3. શું કહે છે એક્સપર્ટ ?

એક્સપર્ટ અનુસાર માત્ર લક્ષણો જોઈને તાવ H1N1ને કારણે છે કે બીજા વાયરલ ઇન્ફેકશનને કારણે છે તે હંમેશાં સરળતાથી કહી શકાતું નથી. ફ્લૂમાં લક્ષણો અચાનક શરૂ થાય છે અને તીવ્ર તાવ, શરીરનો દુખાવો, માથાનો દુખાવો અને ખુબ થાક લાગી શકે છે. જ્યારે સામાન્ય શરદી-તાવમાં નાક વહેવું, છીંક આવવી અને ગળામાં ખંજવાળ જેવા લક્ષણો વધુ મુખ્ય હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/11

photoStories-logo

4. વધારે તફાવત નથી હોતો

જેમાં નોર્મલ ફ્લૂ, ઇન્ફ્લુએન્ઝા અને સ્વાઇન ફ્લૂમાં શરૂઆતમાં વધારે તફાવત હોતો નથી. તેના શરૂઆતના લક્ષણો લગભગ સરખા જ હોય છે. જેમાં તાવ, ખાંસી, સ્નાયુઓનો દુખાવો, અમુક કિસ્સામાં ચામડી પર ચકત્તા, નાકમાંથી પાણી વહેવું, માથાનો દુખાવો અને શરીરનો દુખાવો. પણ જો સ્વાઇન ફ્લૂમાં કોમ્પ્લિકેશન આવે તો ન્યુમોનિયા થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/11

photoStories-logo

5. ઇન્ફ્લુએન્ઝા બીમારીના સંકેત

શ્વાસ ફૂલવો, છાતીમાં દુખાવો, 104 ડિગ્રી સુધીનો તાવ અને દવાઓથી તાવ કાબૂમાં ન આવવો, આ બધા ગંભીર લક્ષણો હોઈ શકે છે. આ સિવાય આંખોમાં લાલાશ કે કન્જક્ટિવાઇટિસ, પેશાબ ઓછો થવો, વિચારવા-સમજવાની ક્ષમતા પર અસર, બીપીમાં ઉતાર-ચઢાવ કે હાર્ટ રેટ અનિયમિત થવો પણ જટિલ ઇન્ફ્લુએન્ઝા બીમારીના સંકેત હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/11

photoStories-logo

6. ફ્લૂ અને સામાન્ય તાવમાં શું ફરક ?

માત્ર તાવ વધુ કે ઓછો હોવાથી કે ખાંસી થવાથી H1N1ની ઓળખ થઈ શકતી નથી. ડૉક્ટર લક્ષણો અને દર્દીની હાલત જોઈને તપાસની સલાહ આપે છે. આથી ગભરાવાને બદલે આ લક્ષણોના આધારે સમજો કે ફ્લૂ અને સામાન્ય તાવ શરદીમાં શું ફરક હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/11

photoStories-logo

7. સ્વાઇન ફ્લૂ / ઇન્ફ્લુએન્ઝામાં લક્ષણો

અચાનક શરૂ થાય છે, તીવ્ર તાવ જે કેટલાક દિવસ સુધી રહી શકે છે, શરીર અને સ્નાયુઓમાં વધુ દુખાવો, ખુબ થાક અને કમજોરી, હળવો કે તીવ્ર માથાનો દુખાવો કોરી ખાંસી સામાન્ય, ગળામાં ખંજવાળ કે નાક બંધ/વહેવું પણ થઈ શકે, અમુક કિસ્સામાં ન્યુમોનિયા કે શ્વાસની તકલીફ પણ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/11

photoStories-logo

8. સામાન્ય તાવ શરદીમાં લક્ષણો

હળવો તાવ અથવા તાવ ન પણ હોય, હળવો શરીરનો દુખાવો અને કમજોરી, થાક પણ ઓછો હોય છે, માથાનો દુખાવો હોય તો પણ હળવો, ખાંસી થઈ શકે, છીંક, નાક વહેવું, નાક બંધ થવું અને ગળામાં ખંજવાળ સામાન્ય, મોટાભાગે હળવો ચેપ અને થોડા દિવસમાં સુધારો જોવા મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

9/11

photoStories-logo

9. લક્ષણો માત્ર અંદાજ

પણ આમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે આ લક્ષણો માત્ર અંદાજ માટે છે. તેની સત્તાવાર પુષ્ટિ નથી ગણાતી. દરેક તાવ H1N1 નથી અને દરેક H1N1 ઇન્ફેકશનમાં સરખા લક્ષણો પણ નથી હોતા. એના તફાવત જાણવા માટે નાઝોફેરિન્જિયલ સ્વેબ ટેસ્ટ કરાવવામાં આવે છે, જેથી સ્પષ્ટ થઈ જાય કે તે સ્વાઇન ફ્લૂ છે કે સામાન્ય ઇન્ફ્લુએન્ઝા.

આ તસવીર શેર કરો

logo logo logo

10/11

photoStories-logo

10. પહેલેથી બીમારી હોય તો વધુ સાવધાની રાખવી

જો દર્દીને ડાયાબિટીસ, હૃદયની બીમારી, કેન્સર હોય, કીમોથેરાપી ચાલુ હોય કે મહિલા ગર્ભવતી હોય તો સામાન્ય ઇન્ફ્લુએન્ઝા પણ ગંભીર રૂપ લઈ શકે છે. આવા કિસ્સામાં હાલત બગડવાનો અને જીવલેણ પરિણામનો ખતરો રહે છે. આ બંને કિસ્સામાં સૌથી મહત્ત્વનું રક્ષણ વેક્સિનેશન છે. આજકાલનું સામાન્ય ફ્લૂ વેક્સિન બંને પ્રકારના વાયરસથી બચાવમાં મદદ કરી શકે છે. જો તાવ સતત રહે, હાલત બગડે, નબળાઈ, શ્વાસ લેવામાં તકલીફ કે છાતીમાં દુખાવો થાય તો તરત ડૉક્ટરને મળો.

આ તસવીર શેર કરો

logo logo logo

11/11

photoStories-logo

11. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

common viral swine flu symptoms
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ