ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / તહેવાર નજીક આવતાં 'કુંભકર્ણની નિદ્રા'એ ઊંઘતું ફૂડ વિભાગ જાગ્યું, લેબ ટેક્નિશિયનને સાથે રાખી હાથ ધર્યું મેગા ચેકિંગ
Last Updated: 05:03 PM, 24 August 2026
અમદાવાદમાં તહેવારોનો માહોલ નજીક આવતાં જ મીઠાઈ અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને લઈને AMCના ફૂડ વિભાગે ચેકિંગ શરૂ કર્યું છે. ખાસ વાત એ છે કે હવે ખાદ્ય પદાર્થોના સેમ્પલના રિપોર્ટ માટે લાંબી રાહ જોવાની જરૂર નહીં પડે. લેબ ટેક્નિશિયનને સાથે રાખીને સ્થળ પર જ પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
AMCના ફૂડ વિભાગની ટીમે મણિનગર વિસ્તારમાં આવેલી મીઠાઈ એન્ડ મોર શોપમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન મીઠાઈની ગુણવત્તા ચકાસવા માટે આયોડીન સોલ્યુશન સહિતના કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આયોડીન સોલ્યુશનથી સ્થળ પર જ કરાઈ તપાસ
ફૂડ વિભાગની ટીમ દ્વારા મીઠાઈના સેમ્પલમાં આયોડીન સોલ્યુશનના ડ્રોપ નાખીને તેની પ્રતિક્રિયા ચકાસવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, ડ્રોપ નાખ્યા બાદ મીઠાઈમાં બ્લેક કલર જોવા મળે તો તેમાં કેટલીક પ્રકારની ભેળસેળ હોવાની શક્યતા રહે છે. આ પ્રકારની તપાસથી મીઠાઈમાં ભેળસેળની શંકા છે કે નહીં તેની પ્રાથમિક જાણકારી સ્થળ પર જ મળી શકે છે. જોકે, અંતિમ કાયદેસર કાર્યવાહી અને ચોક્કસ નિર્ધારણ માટે જરૂરી હોય ત્યારે સેમ્પલની વધુ વિગતવાર લેબોરેટરી તપાસ કરવામાં આવી શકે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'આજે તને અને તારા શેઠને જીવતા નહીં છોડું' કહી કર્મચારી પર છરીના ઘા ઝીંક્યા
તહેવારો પહેલા મીઠાઈ વિક્રેતાઓ પર નજર
ADVERTISEMENT
તહેવારો દરમિયાન મીઠાઈ અને અન્ય ખાદ્ય પદાર્થોની માંગ વધતી હોવાથી AMCનો ફૂડ વિભાગ સઘન ચેકિંગ કરી રહ્યો છે. મીઠાઈ વિક્રેતાઓને ત્યાં સ્થળ પર જ ગુણવત્તાની ચકાસણી કરીને ભેળસેળ અંગે પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લેબ ટેક્નિશિયનની હાજરીમાં કરવામાં આવતી આ પ્રક્રિયાથી ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે ઝડપથી નિર્ણય લેવામાં મદદ મળશે અને ભેળસેળની શંકાસ્પદ વસ્તુઓ સામે જરૂરી કાર્યવાહી પણ કરી શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.