ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'કોર્પોરેશનમાંથી આવ્યાં છીએ' કહી અમદાવાદમાં 3 દુકાનો તોડી પાડી, મનપાએ કહ્યું- 'અમે નથી કર્યું '
Last Updated: 05:44 PM, 24 August 2026
અમદાવાદમાં પણ સુરતના નસીરનગર જેવા ભૂતિયા ડિમોલિશનનો કિસ્સો સામે આવ્યો છે. નાના ચિલોડા વિસ્તારમાં કોર્પોરેશનના નામે ડિમોલિશન કરાયું હતું. કેટલાક માણસો 'કોર્પોરેશનમાંથી આવ્યા છીએ , દબાણ છે' કહી 3 દુકાનો તોડી પાડી હતી અને આવું કરીને જતા રહ્યાં હતા.
ADVERTISEMENT
કોર્પોરેશન અંધારામાં
કોર્પોરેશન દ્વારા ડિમોલેશન ન કરાયું હોવાની સ્પષ્ટતા કરાઈ છે તો સૌથી મોટો સવાલ એ છે કે દુકાનોનું ડિમોલેશન કોણ કરી ગયું? એવું પણ સામે આવ્યું છે રાજપૂત સિક્યુરીટી એજન્સીના માણસો હતા અને તેમણે જ ડિમોલિશન કર્યું હતું.
ADVERTISEMENT
કોણ કર્યું ભૂતિયા ડિમોલિશન
ભૂતિયા ડિમોલિશન રાજપૂત સિકયુરિટીના બાઉન્સરોએ કર્યું હોવાનું સામે આવ્યું છે. જોકે આ મામલે બાઉન્સરે એવું કહ્યું કે અમને સિકયુરિટી તરફથી ડિમોલિશનનું કહ્યું હતું. અમે કોર્પોરેશનની ઓળખ આપી નથી
ADVERTISEMENT
મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
ભૂતિયા ડિમોલેશન મામલો નરોડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ડિમોલિશનમાં આવેલા સિકયુરિટી ગાર્ડને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યાં હતા.
ADVERTISEMENT
શું હતો નાસીરનગર ડિમોલિશન વિવાદ?
ADVERTISEMENT
મે 2026માં સુરતના નાસીરનગર ખાતે નોટિસ વગર અંદાજે 100 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા, જેના કારણે અનેક પરિવાર બેઘર બન્યા હતા.યોગ્ય પુનર્વસન વગર ગરીબોના ઘર તોડી પાડવા બદલ ગુજરાત હાઈકોર્ટે તંત્ર સામે કડક વલણ અપનાવ્યું હતું. વિવાદ વધતા રાજ્ય સરકારે ઓગસ્ટ 2026માં સુરતના મ્યુનિસિપલ કમિશનરની બદલી કરી હતી અને કલેક્ટરને વધારાનો ચાર્જ સોંપાયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.