બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સ્ટોક માર્કેટ કરતાં EPF કેમ વધુ સારું? EPFOએ આપ્યા 6 મજબૂત કારણો
9 ફોટો ગેલેરી
Last Updated: 07:02 PM, 23 August 2026
1/9
ઘણા સેલરીડ કર્મચારીઓ વિચારે છે કે પોતાના પૈસાને EPFમાં જ રહેવા દે કે પછી સ્ટોક માર્કેટમાં રોકાણ કરે. બંને પૈસા કમાવવામાં મદદ કરે છે પણ તેમની કામગીરી અને રસ્તા અલગ-અલગ છે. EPFનો મુખ્ય હેતુ કર્મચારીઓને રિટાયરમેન્ટ માટે નિયમિત સેવિંગ કરવા અને સેફ ફંડ બનાવવામાં મદદ કરવાનો છે. જ્યારે સ્ટોક માર્કેટનું રિટર્ન માર્કેટના પ્રદર્શન પર નિર્ભર કરે છે. જેમાં લાંબા ગાળે તે EPF કરતાં વધુ રિટર્ન આપી શકે છે પણ તેમાં જોખમ પણ વધુ હોય છે.
2/9
3/9
જે સંસ્થાઓમાં EPF એક્ટ લાગુ પડે છે અને જેમની પગાર મર્યાદા 15000 રૂપિયા છે, ત્યાં કર્મચારીઓ માટે EPF એકાઉન્ટ ફરજિયાત છે. આમાંથી પૈસા માત્ર નિશ્ચિત હેતુઓ માટે જ કાઢી શકાય છે. જ્યારે સ્ટોક માર્કેટમાં રોકાણ સંપૂર્ણરીતે તમારી ઇચ્છા પર નિર્ભર છે અને કોઈ પણ સમયે પૈસા કાઢી શકાય છે.
4/9
5/9
EPFમાં માસિક કોન્ટ્રિબ્યુશન ફરજિયાત હોવાથી તે સભ્યો માટે ફરજિયાત બચત બની જાય છે. તો સ્ટોક માર્કેટમાં રોકાણ તમારી ઇચ્છા પર આધાર રાખે છે. જેમાં EPF એકાઉન્ટ હોલ્ડર્સને સરકાર દ્વારા જાહેર કરાયેલ સ્થિર વ્યાજ મળે છે જ્યારે સ્ટોક માર્કેટમાં વધુ રિટર્ન જોખમભર્યું અને માર્કેટના પર્ફોમન્સ પર નિર્ભર હોય છે.
6/9
EPFમાં કોન્ટ્રિબ્યુશન, વ્યાજ અને નિકાસ ટેક્સ-ફ્રી છે. જેમાં સ્ટોક વેચીને નફો કરવા પર કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે. EPFO પેન્શન અને વીમાના લાભ પણ આપે છે. જેમાં પાત્ર કર્મચારીઓ EPS હેઠળ પેન્શન અને EDLI હેઠળ વીમા બેનીફીટ મેળવી શકે છે. સ્ટોક માર્કેટમાં આવા સોશિયલ સિક્યોરીટી બેનીફીટ ઉપલબ્ધ નથી.
7/9
8/9
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ