બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાનું અઘરુ બન્યું, 80 ટકા અરજદારો ફેલ, સામે આવ્યું આ કારણ
Last Updated: 06:25 PM, 23 August 2026
અમદાવાદ RTOમાં હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું આસાન નથી. સુભાષબ્રિજ અને વસ્ત્રાલમાં શરૂ થયેલા AI આધારિત ટેસ્ટ ટ્રેકમાં ફોર વ્હીલરના 80% અરજદારો ફેલ થઈ રહ્યા છે. કારણ છે 16 કેમેરાની ચાંપતી નજર છે. RTOનું કહેવું છે સારી તૈયારી સાથે આવો. અમદાવાદમાં પણ AI આધારિત ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યો છે. સુભાષબ્રિજ અને વસ્ત્રાલ RTOમાં શરૂ થયેલા આ ટ્રેકમાં અરજદારને ટ્રેક કરવાં માટે કુલ 16 કેમેરા લગાવવામાં આવ્યા છે. ai માં નાનામાં નાની ભૂલ પણ પકડાઈ જઈ છે જેને કારણે અરજદારોનો ફેલ થવાનો રેશિયો વધી રહ્યો છે.ત્યારે આ ફેલ થવાનો રેશિયો વધતા ફરીથી ટ્રાય આપવા માટેની અરજીની કચેરીમાં ભરાવો થઇ ગયો છે.
ADVERTISEMENT
ai આધારિત ટ્રેકને કારણે અરજદારો ફેલ
અમદાવાદમાં આવેલા બે rto કચેરી આવેલ સુભાષબ્રિજ અને વસ્ત્રાલ આ બને rto કચેરીમાં હવે ai આધારિત ટ્રેક કામ કરી રહો છે. ત્યારે આ બને જગ્યાઓ પર ai આવવાથી ફેલ થવાનો રેશોયો પણ ખુબ ઉપર જતો રહ્યો છે. એમાં પણ સૌથી મોટી સમસ્યા રિવર્સ Sમાં આવી રહી છે. હાલ દર 100 માંથી 65 કારની ટેસ્ટ ડ્રાઈવ આપવા આવતા અરજદારો ફેલ થઇ છે તો ટુ વ્હીલની અરજી આપવા આવતા 100 માંથી 80 અરજદારો ફેલ થઇ રહ્યા છે. અરજદારનું કહેવું છે કે જૂના ટ્રેકમાં થોડી છૂટ મળી જતી હતી, પણ AI ટ્રેકમાં લાયસન્સ મેળવવા મુશ્કેલ બન્યું છે. અરજદારો પણ કહી રહ્યા છે કે, આ ai આવવાને કારણે અમે ફેલ થઇ રહ્યા છીએ. નાની ભૂલ હોય તો પણ અમે ફેલ થઇ જઈએ છીએ. આમના કરતા જૂની સીસ્ટમ જ સારી હતી.
ADVERTISEMENT
કડકાઈ સલામતી માટે જરૂરી
ADVERTISEMENT
જોકે આ કડકાઈ સલામતી માટે જરૂરી છે. અરજદારોએ પરીક્ષા આપતા પહેલા પૂરતી પ્રેક્ટિસ અને RTO દ્વારા માહિતીસભર વિડીયો પણ તૈયાર કરવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.