બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના ઉધનામાં બંધ પડેલા માર્કેટમાં માનવ કંકાલ મળતા ચકચાર, સાથે મળી ડાયરી
Last Updated: 05:48 PM, 23 August 2026
સુરત શહેરના ઉધના-નવસારી મેઇન રોડ પર અંબર કોલોની સામે આવેલું એપી માર્કેટમાં એક માનવ કંકાલ મળી આવતાં ચકચાર મચી હતી.ઘટના અંગેની જાણ થતાં જ ઉધના પોલીસ સ્ટેશનનો કાફલો તાબડતોબ સ્થળ પર પહોંચી ગયો હતો.
ADVERTISEMENT
કંકાલ સાથે બેગ પણ મળી
પોલીસને કંકાલની આસપાસથી એક બેગ પણ મળી આવી છે. આ બેગની તલાશી લેતાં તેમાંથી એક બુક મળી હતી જેમાં "મારું નામ સચિન રાજુ ડાભેલ" લખેલું વાંચવા મળ્યું છે. માનવ કંકાલ કેટલો સમય જૂનો છે, તે પુરુષનો છે કે સ્ત્રીનો, અને મૃત્યુ કુદરતી છે કે તેની હત્યા કરવામાં આવી છે તે તમામ બાબતો ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે.
ADVERTISEMENT
વધુ વાંચો : પાલીતાણામાં સરકારી કચેરીમાં જામી દારૂની મહેફિલ, સ્થળ પરથી ઘણી બોટલો મળી
ઉધના પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો
ADVERTISEMENT
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને બનાવની જાણ થતાં જ ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે તુરંત જ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પ્રાથમિક પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી.આ કંકાલ કોઈ પુરુષનું છે કે સ્ત્રીનું અને મૃત્યુ કેટલા સમય પહેલાં થયું હતું તે જાણવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની ટીમની મદદ લેવામાં આવી છે. કંકાલને પોસ્ટમોર્ટમ અને ડીએનએ પ્રોફાઇલિંગ માટે લેબમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.