બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'ગર્લફ્રેન્ડ બની જા.. ફિલ્મ, ઘર, ગાડી બધું મળશે' જ્યારે 'મિર્જાપુર'ની આ એક્ટ્રેસ પાસે થઈ આવી માગ
5 ફોટો ગેલેરી
Last Updated: 06:06 PM, 23 August 2026
1/5
લોકપ્રિય વેબ સિરીઝ 'મિર્ઝાપુર'માં 'ઝરીના'નું પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતી બનેલી એક્ટ્રેસ અનંગ્શા બિસ્વાસે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં પોતાના સંઘર્ષ અને શોબિઝ ગ્લેમર ઈન્ડસ્ટ્રીના ડાર્ક ફેસ વિશે ખુલીને વાત કરી છે. અનંગ્શાએ જણાવ્યું કે, 'મિર્ઝાપુર'માં બોલ્ડ રોલ ભજવ્યા બાદ તેને ફેમ તો મળ્યો, પણ સાથે સાથે બદનામી પણ મળી. લોકો તેને વાસ્તવિક જીવનમાં પણ 'ઝરીના' જેવી જ સમજવા લાગ્યા અને સોશિયલ મીડિયા પર ગંદા-ગંદા મેસેજ મોકલવા લાગ્યા હતા.
2/5
ઈન્ટરવ્યુમાં અનંગ્શાએ એક ચોંકાવનારી ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, એક સમયસર એક પાવરફુલ વ્યક્તિના પુત્રએ તેને લગ્ન માટે પ્રોપોઝ કર્યું હતું. જ્યારે તેણે લગ્ન કરવાની ના પાડી, ત્યારે મામલો ખૂબ જ ગંભીર બની ગયો હતો. પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે કોર્ટ-કચેરી સુધી પહોંચી ગઈ અને એક્ટ્રેસના માતા-પિતાને પણ બોલાવવા પડ્યા હતા. તેને શૂટિંગ સેટ પરથી ઉપાડી લેવાની ધમકીઓ પણ આપવામાં આવતી હતી, જેના કારણે તે ઘરમાંથી બહાર નીકળતા પણ ડરતી હતી.
3/5
પોતાના શરૂઆતના દિવસોને યાદ કરતા અનંગ્શાએ કહ્યું કે, જ્યારે તે મુંબઈ આવી ત્યારે તેની પાસે ખાવાના પણ પૈસા નહોતા. એવામાં એક કાસ્ટિંગ ડાયરેક્ટરે તેને કહ્યું હતું કે, તમે ખૂબ સારા એક્ટર છો, પરંતુ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવો છો એટલે અહિયાં ટકી નહીં શકો. એક નામાંકિત ડાયરેક્ટર છે, તમે તેમની ગર્લફ્રેન્ડ બની જાઓ. તે તમને ઘર, ગાડી અને ફિલ્મો બધું જ આપી દેશે.
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ