બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / FD છોડો, RBI ની આ સ્કીમમાં રોકાણ કરો – વધુ વ્યાજ અને ઝીરો રિસ્ક
7 ફોટો ગેલેરી
Last Updated: 05:51 PM, 23 August 2026
1/7
જો તમે શેરબજારના જોખમથી દૂર રહીને અને ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધુ રિટર્ન મેળવવા માંગતા હોવ તો RBIની ફ્લોટિંગ રેટ સેવિંગ્સ બોન્ડ્સ સ્કીમ તમારા માટે સારો ઓપ્શન બની શકે છે. આ સ્કીમ સરકારી ગેરંટી સાથે આવે છે અને સંપૂર્ણરીતે સુરક્ષિત મનાય છે. બેંક FDની સરખામણીમાં વધુ વ્યાજ અને સરકારી બાંહેધરીને કારણે તે સિનિયર સિટિઝન અને સુરક્ષિત રોકાણ ઇચ્છતા લોકોમાં ખૂબ ફેમસ છે.
2/7
3/7
4/7
આ બોન્ડ્સનો વ્યાજ દર NSCના વ્યાજ દર સાથે સીધો જોડાયેલો છે. જેમાં હંમેશા NSCનો દર + 0.35% વ્યાજ મળે છે. જેમાં સરકાર દર 6 મહિને એટલે કે 1 જાન્યુઆરી અને 1 જુલાઈમાં વ્યાજ દરની સમીક્ષા કરે છે અને નવો દર લાગુ કરે છે. વ્યાજ દર 6 મહિને સીધા રોકાણકારના બેંક ખાતામાં જમા થાય છે. જોકે રી-ઇન્વેસ્ટમેન્ટનો ઓપ્શન નથી.
5/7
સામાન્ય રીતે આ બોન્ડની મેચ્યોરિટી 7 વર્ષની હોય છે. સિનિયર સિટિઝન માટે છૂટ છે. જેમાં 60થી 70 વર્ષની ઉંમરવાળા 6 વર્ષ બાદ પૈસા કાઢી શકે છે. 70થી 80 વર્ષની ઉંમરવાળા 5 વર્ષ પછી પૈસા કાઢી શકે છે. અની 80 વર્ષથી વધુ ઉંમરવાળા 4 વર્ષ બાદ પૈસા કાઢી શકે છે
6/7
7/7
આ બોન્ડમાંથી મળતી આવક પર ટેક્સ લાગુ પડે છે. જેમાં વ્યાજની આવકને તમારી કુલ આવકમાં ઉમેરવામાં આવે છે અને તમારા ઇન્કમ ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ વસૂલવામાં આવે છે. જો એક નાણાકીય વર્ષમાં કુલ વ્યાજ 10,000 રૂપિયા અને સિનિયર સિટિઝન માટે 50,000 રૂપિયાથી વધુ હોય તો બેંક TDS કાપી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ