ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / ફૂડ ક્વોલિટીને લઈ FSSAI એક્શનમાં, કોકા-કોલા, નેસ્લે, KFC સહિતની કંપનીઓને ફટકારી 150થી વધુ નોટિસ
Last Updated: 05:22 PM, 23 August 2026
ADVERTISEMENT
FSSAI Action: ફૂડ રેગ્યુલેટર FSSAIના તપાસ હેઠળ નેસ્લે, કોકા-કોલા, રેડબુલ, એમેઝોન, કેએફસી અને ડોમિનોઝ જેવી મોટી કંપનીઓ આવી છે. ડોમિનોઝના 5 લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ઈ-કોમર્સ વેરહાઉસ પર પણ ગાજ પડી છે. ફૂડ સેફ્ટી રેગ્યુલેટર FSSAI દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓ અંગે મોટા-મોટા દાવા કરતી કંપનીઓ સામે તાબડતોબ એક્શન ચાલુ છે. FSSAI એ તાજેતરના મહિનાઓમાં ભ્રામક જાહેરાતો, ખોટા દાવાઓ અને લેબલિંગ નિયમોનું પાલન ન કરવાના કેસમાં 150 થી વધુ નોટિસ ફટકારી છે. જેમાં નેસ્લે ઈન્ડિયા, પેપ્સીકો, કોકા-કોલા, રેડ બુલ જેવી ઘણી મોટી કંપનીઓ સામેલ છે.
ADVERTISEMENT
નિયમોના ઉલ્લંઘન પર કાર્યવાહી
શનિવારે FSSAI એ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે કેવી રીતે એક પછી એક કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાદ્ય નિયમનકારે કહ્યું કે તેણે નિયમોના ગંભીર ઉલ્લંઘનના મામલામાં ઘણા ફૂડ બિઝનેસ ઓપરેટરો સામે કાર્યવાહી કરી છે.
ADVERTISEMENT
આ મોટી કંપનીઓને નોટિસ
FSSAI એ દેશની અગ્રણી FMCG અને બેવરેજ કંપનીઓ પર સકંજો કસ્યો છે. તેમાં નેસ્લે, પેપ્સીકો, કોકા-કોલા, મોન્ડેલેઝ, ફેરરો, ડેનોન, રેડ બુલ, મોન્સ્ટર એનર્જી અને હેલ એનર્જી જેવી અગ્રણી કંપનીઓનો સમાવેશ થાય છે. આ સિવાય એબોટ ઈન્ડિયા અને કેનવ્યુ જેવી ન્યુટ્રિશન કંપનીઓ તેમજ ડિયાજિયો અને પેર્નોડ રિકાર્ડ જેવી દારૂ બનાવતી કંપનીઓને પણ નિયમોની અવગણના કરવા બદલ કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ નેશનલ / પહેલા જ એક દીકરો ખોઇ ચૂકેલ, પુણેમાં પહાડ પરથી કૂદનાર પરિવારમાં નવો એંગલ
ADVERTISEMENT
એમેઝોન-ફ્લિપકાર્ટ પર પણ કડક કાર્યવાહી
ફૂડ કંપનીઓની સાથે FSSAIએ ઈ-કોમર્સ કંપનીઓ એમેઝોન અને ફ્લિપકાર્ટને પણ 12 નોટિસ મોકલી છે. આ સિવાય FSSAI એ એક એમેઝોન વેરહાઉસનું લાયસન્સ પણ રદ કર્યું છે.
ADVERTISEMENT
KFC, McDonald's અને Domino's ને પણ નોટિસ
એટલું જ નહીં FSSAIએ રેસ્ટોરન્ટ અને ફૂડ સર્વિસ સેક્ટર પર પણ કડકાઈ દાખવી છે. KFC, McDonald's, Pizza Hut, Domino's અને Costa Coffee જેવી મોટી ફૂડ સર્વિસ બ્રાન્ડ સહિત 30 થી વધુ નોટિસ જારી કરવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / 8માં પગારપંચમાં DAમાં થશે સેકન્ડ ટાઈમ વધારો, જાણો કેન્દ્રીય કર્મીઓ પર શું અસર થશે?
ADVERTISEMENT