બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / મોંઘી થઈ જશે ટાટાની કાર, પેટ્રોલથી લઈ CNG અને EVના ભાવ પણ વધશે, જાણો ક્યારથી મોંઘી થશે?
7 ફોટો ગેલેરી
Last Updated: 07:04 PM, 23 August 2026
1/7
દેશની અગ્રણી ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સ પોતાની પેસેન્જર ગાડીઓની કિંમતોમાં વધારો કરવા જઈ રહી છે. કંપનીએ જાહેરાત કરી છે કે 1 સપ્ટેમ્બર 2026થી તેના તમામ પેસેન્જર વાહનોની એક્સ-શોરૂમ કિંમતોમાં ₹25,000 સુધીનો વધારો કરવામાં આવશે. જો તમે ટાટાની કોઈ નવી પેટ્રોલ, ડીઝલ, સીએનજી (CNG) કે ઈલેક્ટ્રિક (EV) કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો 31 ઓગસ્ટ 2026 સુધીમાં બુકિંગ કરાવીને જૂના ભાવે ગાડી મેળવી શકો છો.
2/7
3/7
4/7
કંપનીના જણાવ્યા મુજબ ગાડીઓના પ્રોડક્શન કોસ્ટ અને મોંઘવારીમાં વધારો થવાને કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. સ્ટીલ, એલ્યુમિનિયમ અને અન્ય રો-મટીરિયલ મોંઘા થયા છે. નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ક્વાર્ટરમાં જ કાચા માલમાં 4.5%નો અને બીજા ક્વાર્ટરમાં વધુ 3%નો વધારો નોંધાયો હતો.
5/7
6/7
7/7
માત્ર ટાટા જ નહીં, પરંતુ અન્ય અગ્રણી ઓટોમોબાઈલ કંપનીઓ પણ પોતાના ભાવ વધારી ચૂકી છે. મારુતિ સુઝુકી ઓગસ્ટ 2026થી તેની કારના ભાવમાં ₹30,000 સુધીનો વધારો કરી ચૂકી છે, જ્યારે હ્યુન્ડાઈએ સપ્ટેમ્બરથી પોતાના મોડલ્સ પર 1% સુધીનો ભાવવધારો કરવાની જાહેરાત કરી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ