બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / નાની કારમાં વધુ સામાન કેવી રીતે સમાય? આ 5 સ્માર્ટ ટ્રિક્સથી ડેકીમાં વધશે જગ્યા
6 ફોટો ગેલેરી
Last Updated: 08:27 PM, 23 August 2026
1/6
શહેરોમાં સતત વધતો ટ્રાફિક, સાંકડા રસ્તાઓ અને પાર્કિંગની સમસ્યાઓના કારણે આજે નાના માપની અને કોમ્પેક્ટ કાર્સ ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. આવી નાની કાર્સને ચલાવવી અને પાર્ક કરવી ખૂબ જ સરળ રહે છે, પરંતુ તેમાં સૌથી મોટો ગેરફાયદો સામાન રાખવા માટેની મર્યાદિત જગ્યાનો છે. લાંબી મુસાફરી દરમિયાન સામાન યોગ્ય રીતે ન ગોઠવાયો હોય તો કારમાં બેસતા મુસાફરો માટે અગવડતા ઊભી થાય છે. જો તમે પણ નાની કાર ધરાવો છો અને સ્પેસની સમસ્યાથી પરેશાન છો, તો આ 5 સ્માર્ટ હેક્સની મદદથી તમે કારનું સ્પેસ વધારી શકો છો.
2/6
કારના કેબિનની અંદર જગ્યા ઓછી પડે ત્યારે કારના છત (રૂફ)નો ઉપયોગ કરી શકાય છે. જો તમારી પાસે ભારે બેગ કે સૂટકેસ હોય, તો કારની છત પર મેટલ રૂફ રેક લગાવી શકાય છે. સામાનને સુરક્ષિત રાખવા માટે સ્ટ્રેપ્સથી મજબૂત રીતે બાંધી શકાય છે. એડવેન્ચર સામગ્રી, સર્ફબોર્ડ કે સ્કી જેવી સ્પોર્ટ્સ કિટ્સ લઈ જવા માટે પેડેડ સોફ્ટ રૂફ સિસ્ટમ બેસ્ટ છે, જે સામાન અને કારની છત બંનેને સ્ક્રેચથી બચાવે છે.
3/6
4/6
કારની ડીગીમાં સામાન વેરવિખેર પડ્યો રહેવાથી જગ્યાનો બગાડ થાય છે. ટ્રંક ઓર્ગેનાઇઝરમાં અલગ-અલગ પોકેટ્સ અને નોન-સ્લિપ બોટમ હોય છે, જેથી સામાન ખસતો નથી. તેમાં ગ્રોસરી, કાર ક્લીનિંગ કિટ અને ઇમરજન્સી ટૂલ્સ વ્યવસ્થિત રાખી શકાય છે. વાપરવામાં ન આવે ત્યારે તેને ફોલ્ડ પણ કરી શકાય છે.
5/6
આગળની સીટની પાછળ લટકાવવામાં આવતા ઓર્ગેનાઇઝરમાં મલ્ટિપલ પોકેટ્સ અને ટ્રાન્સપરન્ટ ટેબ/મોબાઈલ હોલ્ડર હોય છે. આ સિવાય લેધર ફિનિશ ઓર્ગેનાઇઝરમાં બોટલ, ટિશ્યૂ પેપર, મેગેઝિન અને ફોન રાખવાની જગ્યા મળે છે, જે કારને પ્રીમિયમ લુક આપે છે અને સીટને બાળકોના જૂતાના ડાઘથી પણ બચાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ