બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો' ધાનેરામાં પરિણીતા સાથે લવ જેહાદ, ધર્મ પરિવર્તનનું દબાણ

બનાસકાંઠા / 'વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો' ધાનેરામાં પરિણીતા સાથે લવ જેહાદ, ધર્મ પરિવર્તનનું દબાણ

Published By: Hiralal Parmar
Reported By: Mogji Chaudhry

Last Updated: 07:44 PM, 23 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના ધાનેરામાં એક પરિણીતાએ 4 શખ્સો સામે દુષ્કર્મ અને બળજબરીથી ધર્મપરિવર્તનની ફરિયાદ નોંધાવી છે.

બનાસકાંઠાના ધાનેરા પોલીસ મથકમાં પરણિત મહિલાએ ફરિયાદ નોંધાવીને 4 શખ્સો સામે દુષ્કર્મ અને ધર્મપરિવર્તનનો આરોપ મૂક્યો છે. પેગિયા ગામની મહિલાએ ચાર શખ્સો સામે ફરિયાદ કરી છે. ફરિયાદમાં મહિલાએ કહ્યું કે તેને ધર્મપરિવર્તનનું પણ દબાણ કરાયું હતું. તે ઉપરાંત તેની મરજી વિરૃદ્ધ ચાર શખ્સોએ અનેક વાર શારીરિક સંબંધ બાંધ્યો હતો.

કોણ છે આરોપીઓ?

આરોપીઓમાં અખ્તરશા ફકીર,આરીફ ફકીર, ઈલિયાસ ફકીર અને સલીમશા ફકીરના નામ સામેલ છે. ધાનેરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

મેટોડા GIDCમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ

રાજકોટના મેટોડા GIDCમાં એક પરપ્રાંતિય શખ્સે 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ શખ્સ બાળકીને નજીકના ઝાડી ઝાંખરામાં લઈ ગયો હતો અને ત્યાં કુકર્મ આચર્યું હતું. મેટોડા GIDC પોલીસે માત્ર બે જ કલાકની અંદર આરોપીને ઝડપી પાડ્યો હતો.

વધુ વાંચો : અમદાવાદમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાનું અઘરુ બન્યું, 80 ટકા અરજદારો ફેલ, સામે આવ્યું આ કારણ

સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યું

રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો ગંભીર બનાવ સામે આવ્યો છે. ધોરણ-12માં અભ્યાસ કરતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. એટલું જ નહીં, ન્યૂડ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપ્યો અને ગર્ભવતી બન્યા બાદ પરાણે ગર્ભપાત કરાવ્યાનો પણ આરોપ છે. સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી એક મુખ્ય આરોપી અને તેના સગીર ભત્રીજાને ઝડપી પાડવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Dhanera news Latest Gujarat News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ