ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / VIDEO : રક્ષાબંધન પર બહેનની ગિફ્ટ ! ઘરમાંથી મળ્યાં રૂપિયા ભરેલા 30 કોથળા, ભાઈઓને સોંપી દીધાં
Last Updated: 04:53 PM, 24 August 2026
કહેવાય છે ને લાખો તો શું ભલે કરોડો ભેગા કર્યાં હોય પરંતુ નસીબ હોય તો ખવાય! આ કહેવતને સાર્થક કરતો એક બનાવ સામે આવ્યો છે જેમાં એક મહિલાએ પાઈ-પાઈ માંગીને લાખો ભેગા કર્યાં પરંતુ તે એક ફદિયું પણ વાપરવા ન રહી અને પોતાની પાછળ લાખો મૂકતી ગઈ જે તેના ભાઈને કામ આવી ગયા. રક્ષાબંધન પર ભાઈઓ બહેનને ભેટ-સૌગાદો આપતાં હોય છે પરંતુ અહીં તો એક બહેને પોતાના મોત બાદ ભાઈઓને લાખો રુપિયાની બક્ષિસ સોંપી હતી.
ADVERTISEMENT
Karnataka: An elderly woman who lived by begging has reportedly left behind more than Rs.30 lakh in cash at her rented home in Mandya. pic.twitter.com/Hgv9v8nA7H
— Raajeev Chopra (@Raajeev_Chopra) August 24, 2026
મહિલા ભિક્ષુકના ઘેરથી મળ્યાં લાખો રુપિયા
ADVERTISEMENT
કર્ણાટકના માંડ્યા જિલ્લાના ગુથાલૂ વિસ્તારમાં 68 વર્ષીય હૂર ઉન્નિસા નામની એક વૃદ્ધ મહિલાના ઘેરથી 30થી વધુ કોથળા ભરીને રૂપિયા મળી આવ્યાં હતા. ગણતરી કરતાં આ આંકડો 8.40 લાખ પર પહોંચ્યો હતો. આ મહિલા ભીખ માંગીને પોતાનું ગુજરાત ચલાવતી હતી અને ગઈ કાલે તેનું કુદરતી મોત થયું હતું. મોતના એક દિવસ પહેલા સુધી તેણે ભીખ માંગી હતી.
કોણ છે મહિલા?
ADVERTISEMENT
મહિલા ભિક્ષુકનું નામ હૂર ઉન્નિસા છે જે પોતાની બહેન સાથે ભાડાના ઘરમાં રહેતાં હતાં. બંને બહેનોમાંથી કોઈએ લગ્ન કર્યા ન હતા. તેમની બહેનનું અવસાન આશરે બે વર્ષ પહેલાં થઈ ગયું હતું, ત્યારપછી હૂર ઉન્નિસા એકલાં જ રહેતાં હતાં અને ભીખ માંગીને ગુજરાન ચલાવતા હતા.
મોત બાદ ઘરમાંથી મળ્યાં રુપિયા ભરેલા કોથળા
ADVERTISEMENT
ઉંમર સંબંધિત બીમારીના કારણે ગઈકાલે હૂરનું અવસાન થયું હતું જે પછી લોકોએ ઘરમાં તપાસ કરી હતી જેમાં 30થી વધુ કોથળામાં ભરેલી રોકડ રકમ મળી આવી. લોકોએ નોટોની ગણતરી શરુ કરી હતી જેનો આખર સુધીનો આંકડો 8.40 લાખ સુધી પહોંચ્યો હતો.
20 કોથળાની ગણતરી બાકી
ADVERTISEMENT
8.40 લાખ જેટલા રુપિયા તો 30 કોથળામાં મળ્યાં છે જ્યારે હજુ 20 કોથળાની ગણતરી કરવાનું બાકી છે તેથી આંકડો વધી શકે છે.
વધુ વાંચો : VIDEO : બાળકોને ઘેર મોકલી પાર્ટી કરી, સુરતની સ્કૂલમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ADVERTISEMENT
પૈસા કોને મળ્યાં?
હૂરના પૈસા તેના બે ભાઈઓને સોંપી દેવાયા હતા. જેમાંના એક ભાઈને 6 લાખ અને બીજા ભાઈને 2,40,000 મળ્યાં હતા જે તેણે મસ્જિદને દાનમાં આપી દીધા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.