ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 2 સપ્ટેમ્બરે મંગળનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિના જાતકોને થશે જબરદસ્ત ધનલાભ

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / 2 સપ્ટેમ્બરે મંગળનું નક્ષત્ર પરિવર્તન, આ 3 રાશિના જાતકોને થશે જબરદસ્ત ધનલાભ

Last Updated: 02:31 PM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વૈદિક જ્યોતિષમાં ગ્રહોના ગોચરની જેમ નક્ષત્ર પરિવર્તનને પણ ખૂબ મહત્વ આપવામાં આવે છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં મંગળ પોતાનું નક્ષત્ર બદલવા જઈ રહ્યા છે.

1/6

photoStories-logo

1. 2 સપ્ટેમ્બરે મંગળનું નક્ષત્ર પરિવર્તન

જ્યોતિષીય ગણતરી અનુસાર 2 સપ્ટેમ્બર 2026ના રોજ મંગળ દેવગુરુ બૃહસ્પતિના સ્વામિત્વ ધરાવતા પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 24 સપ્ટેમ્બર 2026 સુધી અહીં રહેશે. પુનર્વસુ નક્ષત્રને ખુશહાલી, વૃદ્ધિ, પુનરુત્થાન અને આર્થિક પ્રગતિ સાથે જોડવામાં આવે છે. મંગળના આ નક્ષત્ર પરિવર્તનની ખાસ અસર 3 રાશિના જાતકોને મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે મંગળનું નક્ષત્ર પરિવર્તન વેપારની દૃષ્ટિએ શુભ રહી શકે છે. લાંબા સમયથી અટકેલી કોઈ ડીલ હવે ફાઇનલ થઈ શકે છે. નવા ગ્રાહકો સાથે જોડાવા અને બિઝનેસનું નેટવર્ક વધારવા માટે પણ આ સમય અનુકૂળ રહી શકે છે.આ સમયગાળા દરમિયાન મેષ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થવાના સંકેતો છે. ક્યાંક પૈસા અટવાયેલા હોય તો તેની પરત મળવાની શક્યતા વધી શકે છે. રોકાણ કરનાર લોકોને પણ સારા રિટર્ન મળવાની આશા રાખી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે પુનર્વસુ નક્ષત્રનો પ્રભાવ આવકના નવા રસ્તા ખોલી શકે છે. વેપાર સાથે જોડાયેલા લોકો માટે નવું પ્રોડક્ટ અથવા સર્વિસ શરૂ કરવાનો સમય અનુકૂળ રહી શકે છે.વાણી અને સંવાદની કુશળતાનો લાભ પણ મળી શકે છે. યોગ્ય રીતે પોતાની વાત રજૂ કરવાથી નવા બિઝનેસના અવસર મળી શકે છે. આ સમય દરમિયાન કામકાજમાં નવી યોજનાઓ બનાવવાથી ફાયદો થઈ શકે છે.મિથુન રાશિના જાતકોને પૈસા સંબંધિત બાબતોમાં લાભ મળવાના યોગ છે. પૈતૃક સંપત્તિમાંથી લાભ મળી શકે છે. આર્થિક યોજનાઓ સફળ થવાથી બચતમાં વધારો થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ધનુ રાશિ

ધનુ રાશિના જાતકો માટે મંગળનું નક્ષત્ર પરિવર્તન વેપારની દૃષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ બની શકે છે. ખાસ કરીને ભાગીદારીમાં બિઝનેસ કરતા લોકોને લાભ મળવાના યોગ છે. વેપારમાં મોટો નફો થવાની શક્યતા છે.નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા પગાર વધારાને લઈને સારા સમાચાર મળી શકે છે. કાર્યક્ષેત્રમાં બનાવેલી વ્યૂહરચના સફળ થઈ શકે છે. આવકનો પ્રવાહ પણ સતત જળવાઈ રહેવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

મંગળનું નક્ષત્ર પરિવર્તન તમારા સાહસ અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો કરી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ નવી ઉર્જા અનુભવાઈ શકે છે. મંગળના પ્રભાવને કારણે અતિ ઉત્સાહમાં આવીને કોઈ ઉતાવળભર્યો નિર્ણય ન લો. ખાસ કરીને પૈસા અને રોકાણ સાથે જોડાયેલા મોટા નિર્ણય લેતા પહેલા યોગ્ય વિચાર કરવો જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Punarvasu Nakshatra Mangal Nakshatra Parivartan 2026 Mangal Gochar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ