ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં સ્કૂલ નજીક દુકાનમાં ધોળા દિવસે દારૂ પાર્ટી યોજાઈ, પોલીસના નાક નીચે ખુલ્લેઆમ દારૂનું વેચાણ

ક્રાઈમ / સુરતમાં સ્કૂલ નજીક દુકાનમાં ધોળા દિવસે દારૂ પાર્ટી યોજાઈ, પોલીસના નાક નીચે ખુલ્લેઆમ દારૂનું વેચાણ

Published By: Hiralal Parmar
Reported By: Nirmal Patel

Last Updated: 03:35 PM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર નકલી દારૂકાંડની વચ્ચે પણ ગુજરાતમાં જાહેરમાં દારુ પાર્ટીઓ યોજાઈ રહી છે.

સુરતમાં વધુ એક વાર દારુ પાર્ટી યોજાઈ હતી. સરથાણા પોલીસ સ્ટેશનની હદમાં સ્કૂલ નજીક એક દુકાનમાં કેટલાક શખ્સો પાર્ટી કરી રહેલા જોઈ શકાતા હતા. દારૂપાર્ટીનો વીડિયો વાયરલ થતાં પોલીસ સામે સવાલ ઉઠ્યાં હતા.

ભેસ્તાનની શાળામાં દારુ પાર્ટી

ઉલ્લેખનીય છે કે હજી બે દિવસ પહેલા પોલીસે ભેસ્તાનમાં શાળામાં દારૂ પાર્ટી મામલે સિક્યોરિટી ગાર્ડ સહિત 4 લોકોની ધરપકડ કરી હતી.સિદ્ધાર્થનગરની સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો થયો હતો વાયરલ થયો હતો. ઘટના સમયે શાળાના પરિસરમાં બાળકો રમી રહ્યા હતા. આ દરમિયાન સુરક્ષાકર્મીએ બાળકોને ત્યાંથી તગેડી મૂક્યા હતા. ત્યારબાદ બહારથી કેટલાક લોકોને શાળાના પરિસરમાં બોલાવવામાં આવ્યા અને શાળાના એક રૂમમાં દારૂની પાર્ટી કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.

વધુ વાંચો : VIDEO : બાળકોને ઘેર મોકલી પાર્ટી કરી, સુરતની સ્કૂલમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ

વિદ્યાર્થીએ વીડિયો બનાવ્યો

દારૂ પાર્ટીનો વીડિયો કોઈ વિદ્યાર્થીએ પોતાના મોબાઈલ ફોનમાં ઉતારી લીધો હતો. ત્યારબાદ સુરક્ષાકર્મીને જાણ થતાં તેણે વિદ્યાર્થી પાસે વીડિયો ડિલિટ કરાવ્યો હતો. અન્ય એક વિદ્યાર્થીએ પણ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો. આ વીડિયો બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Breaking News Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ