ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતના માંડવીમાં યુવતીની હત્યા કરી લાશ ધાબા પર સંતાડી, પછી કર્યું ચકચારી કામ
Last Updated: 04:26 PM, 24 August 2026
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામે 25 વર્ષીય યુવતીની હત્યા અને લૂંટની ચકચારી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. ઘરમાં ઘૂસેલા અજાણ્યા શખ્સોએ યુવતીની હત્યા કરી લાશ ધાબા પર સંતાડી દીધી હતી અને ત્યારબાદ લાખો રૂપિયાની મતા લઈને ફરાર થઈ ગયા હતા. પોલીસે સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
હત્યા કરીને યુવતીની લાશ ધાબા પર સંતાડી
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામના ટેકરી ફળિયામાં આ ચકચારી ઘટના બની છે. ફરિયાદી પરિવારના ઘરમાં અજાણ્યા ઇસમોએ ઘૂસી લૂંટના ઇરાદે ઘાતકી કૃત્ય આચર્યું હોવાની વિગતો સામે આવી છે. ઘરમાં હાજર 25 વર્ષીય નીધિ પટેલને આરોપીઓએ કાબૂમાં લઈ તેનું મોત નિપજાવ્યું હોવાની પોલીસ ફરિયાદમાં વિગતો છે. ત્યારબાદ મૃતદેહને ઘરના ધાબા પર દાદરના કેબિન પાછળના ભાગે સંતાડી દેવામાં આવ્યો હતો. આરોપીઓએ મકાનમાં રહેલા પતરાના કબાટની ચાવી મેળવી કબાટ ખોલ્યો હતો અને સોનાના દાગીના, રોકડ તેમજ ચાંદીના દાગીના સહિતની મતા લઈને ફરાર થઈ ગયા હતા.
ADVERTISEMENT
2.52 લાખની વસ્તુઓ લૂંટી ગયા
પોલીસ ફરિયાદ મુજબ સોનાની ચેઇન, વીંટી, બ્રેસલેટ, રોકડ રૂપિયા 35 હજાર, ચાંદીના સાકળા તેમજ મૃતકનો મોબાઇલ ફોન મળી કુલ રૂ.2 લાખ 52 હજારની મતા લૂંટાઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ માંડવી પોલીસ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
માતા પિતા માતાજીના દર્શન કરવા બહાર ગયા
યુવતીના માતા પિતા માતાજીના દર્શન કરવા માટે બહાર ગયા હતા અને યુવતી પોતાની ફોઈ સાથે ઘરે રહેતી હતી પરંતુ યુવતીના ફોઈને રાત્રે પથરીનો દુખાવો થતાં તેમના પુત્ર સાથે તેઓ હોસ્પિટલ ગયા હતા અને ઘરમાં ફક્ત નિધિ એકલી જ રોકાઈ હતી કારણ કે નિધિ પટેલ ના માતા પિતા પણ આજે આવી જવાના હોવાથી યુવતી ઘરે એકલી જ હતી અને જ્યારે માતા-પિતા ઘરે પહોંચ્યા ત્યારે ઘરમાં અર્થવ્યસ્ત બધું જોવા મળ્યું હતું ફળિયાના લોકો તાત્કાલિક ભેગા થઈ ગયા હતા અને નીતિનો મૃતદેહ જોતા તાત્કાલિક પોલીસને ફોન કર્યો હતો પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. હવે સૌથી મોટો સવાલ એ છે કે યુવતીની હત્યા કરનાર શખ્સો કોણ હતા? શું આરોપીઓ પરિવારથી પરિચિત હતા કે પછી લૂંટના ઇરાદે ઘરમાં ઘૂસ્યા હતા?
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : બાળકોને ઘેર મોકલી પાર્ટી કરી, સુરતની સ્કૂલમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
આરોપીઓ સુધી પહોંચવું સૌથી મોટો પડકાર
ADVERTISEMENT
આ તમામ દિશામાં પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે. ગોદાવાડીની આ ચકચારી હત્યા અને લૂંટની ઘટનામાં પોલીસ માટે આરોપીઓ સુધી પહોંચવું સૌથી મોટો પડકાર છે. સુરત જિલ્લા પોલીસની તપાસ આગળ વધતાં હવે આ સમગ્ર હત્યા પાછળનું સાચું કારણ અને આરોપીઓનો ભેદ ક્યારે ઉકેલાય છે તે જોવું મહત્વનું રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.