ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ચોમાસું આવ્યું પણ ફળ્યું નહીં, છતા વરસાદે ગુજરાત રહ્યું તરસ્યું

અમદાવાદ / ચોમાસું આવ્યું પણ ફળ્યું નહીં, છતા વરસાદે ગુજરાત રહ્યું તરસ્યું

Published By: Vishal Khamar

Last Updated: 03:26 PM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ અને સુરત જેવાં શહેરમાં મારે પાણી ભરાઈ જવાં અને અતિભારે વરસાદનાં દૃશ્યો જોવા મળ્યાં છે, જ્યારે રાજ્યના કેટલાક વિસ્તારો હજુ પણ વરસાદની નોંધપાત્ર અછતનો સામનો કરી રહ્યા છે.

ગુજરાતના ચોમાસાએ આ વર્ષે એક વિચિત્ર વિરોધાભાસ સજર્યો છે. અમદાવાદ અને સુરત જેવાં શહેરમાં મારે પાણી ભરાઈ જવાં અને અતિભારે વરસાદનાં દૃશ્યો જોવા મળ્યાં છે, જ્યારે રાજ્યના કેટલાક વિસ્તારો હજુ પણ વરસાદની નોંધપાત્ર અછતનો સામનો કરી રહ્યા છે. આ અસમાન વરસાદી પેટર્નને કારણે અલ નીનોની મજબૂત અસર અને ચોમાસાની બાકીની -સિઝન માટે તેના સંભવિત પરિણામો અંગે નવા સવાલો ઊભા થયા છે.

22 ઓગસ્ટ સુધી ગુજરાતમાં કુલ ૬૮૦ મિ.મી. વરસાદ નોંધાયો છે, જે રાજ્યના વાર્ષિક સરેરાશ વરસાદના આશરે ૭૫ ટકા જેટલો છે. જોકે,રાજ્યની સરેરાશ તસવીર પાછળ વરસાદનું વિતરણ અત્યંત અસમાન હોવાનું સ્પષ્ટ થાય છે.

એક જ રાજ્યમાં બે પ્રકારનું ચોમાસું

વરસાદની જિલ્લાવાર સ્થિતિમાં મોટો તફાવત છે. વલસાડમાં ૭૩ ટકા વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છમાં સામાન્ય કરતાં ૫૦ ટકા ઓછો વરસાદ છે. જામનગર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદની ૭૩ ટકા ઘટ નોંધાઈ છે, જ્યારે પોરબંદરમાં વરસાદની ૪૦ ટકા અછત છે.

આ પણ વાંચોઃ ગુજરાતીઓએ મુસાફરી પર બ્રેક મારી? આ કારણે ટ્રાવેલ બિઝનેસમાં 40% નો ઘટાડો નોંધાયો

આ આંકડા દર્શાવે છે કે અલ નીનોનો અર્થ સમગ્ર રાજ્યમાં એકસરખો ઓછો વરસાદ એવો જરૂરી નથી, જેના કારણે એક વિસ્તાર ભારે વરસાદમાં તરબોળ થઈ શકે છે, જ્યારે બીજો વિસ્તાર લાંબા સમય સુધી વરસાદની રાહ જોતો રહી શકે છે. ખાસ કરીને વરસાદ આધારિત ખેતી ધરાવતા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત તથા સિંચાઈ આધારિત મધ્ય ગુજરાત વચ્ચે આ તફાવત સ્પષ્ટ જોવા મળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rainfall deficit El Niño impact Gujarat Gujarat monsoon

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ