ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની બહેન બંગલાના ધાબે જુગાર રમતી ઝડપાઈ, 8 ઝડપાયા
Last Updated: 03:51 PM, 24 August 2026
ગુજરાતમાં વધુ એક વાર જુગારધામ ઝડપાયું છે. પોલીસે સુરતમાં લસકાણાના આશિર્વાદ બંગ્લોઝમાં ધાબે ચાલતાં જુગાર પર દરોડા પાડીને 8 લોકોની ધરપકડ કરી છે. ઝડપાયેલી મુખ્ય સંચાલક મહિલા રસીલા ઉર્ફે રશ્મિ વેકરીયા જાણીતી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરની બહેન છે.
ADVERTISEMENT
નવા બંગલાના ધાબા પર બહારથી બોલાવીને જુગાર રમાડતી
આરોપી રસીલા બે મહિના પહેલાં જ પોતાનો નવો બંગલો બનાવ્યો હતો. આ નવા બંગલાના ટેરેસ પર રસીલાબેન બહારથી લોકોને બોલાવી જુગાર રમાડતી હતી.
ADVERTISEMENT
2.64 લાખનો મુદ્દામાલ સાથે 8 ઝડપાયા
ADVERTISEMENT
પોલીસે સ્થળ પરથી 1.16 લાખની રોકડ, 2 મોંઘાદાટ iPhone 16 Pro Max સહિત કુલ 1.48 લાખની કિંમતના 8 નંગ ફોન અને 52 નંગ પત્તા જપ્ત કરી છે. પોલીસે 8 આરોપીઓ સામે જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.