ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 09:58 PM, 23 August 2026
ADVERTISEMENT
ભારતીય સિનેમાના દિગ્ગજ અને વિશ્વપ્રસિદ્ધ નર્દેશક એસ.એસ. રાજામૌલી પોતાની આગામી મલ્ટીસ્ટેરર ફિલ્મ 'વારાણસી'ને લઈને ખૂબ જ ચર્ચામાં છે. મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા જોનાસ અને પૃથ્વીરાજ સુકુમારન જેવા દિગ્ગજ કલાકારોથી સજ્જ આ ફિલ્મને રાજામૌલી એક કે બે નહીં, પરંતુ લગભગ 50 ભાષાઓમાં અને વિશ્વના 120થી વધુ દેશોમાં રિલીઝ કરવાની ભવ્ય તૈયારી કરી રહ્યા છે.
ADVERTISEMENT
COMING IN 2027.#VARANASI pic.twitter.com/yuInvgJwIk
— Varanasi (@VaranasiMovie) January 21, 2026
ADVERTISEMENT
આજના યુગમાં જ્યાં ઘણા ફિલ્મમેકર્સ ડબિંગ માટે AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ટેકનોલોજી તરફ વળી રહ્યા છે, ત્યાં રાજામૌલીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની ફિલ્મમાં AI-જનરેટેડ કે નકલી અવાજોને સ્થાન મળશે નહીં. મિડ-ડેના રિપોર્ટ મુજબ, રાજામૌલીનું માનવું છે કે અવાજની પાછળ રહેલી વાસ્તવિક ભાવના, પાત્રનું વ્યક્તિત્વ અને કલાકારની અસલી એક્ટિંગ મશીન દ્વારા લાવી શકાતી નથી. અગાઉ ફિલ્મની ઝલકમાં AIના ઉપયોગની અફવાઓ ઉડી હતી, જેને તેમણે પોતાની કલાત્મક પ્રતિભાનું અપમાન ગણાવીને સંપૂર્ણપણે ફગાવી દીધી હતી.

ADVERTISEMENT
દરેક ભાષામાં પાત્રની ખરી ભાવનાઓ જળવાઈ રહે તે માટે રાજામૌલી અને તેમની ટીમ ખૂબ જ ઝીણવટભરી અને મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. 'વારાણસી'ના અલગ-અલગ ભાષાઓના ડબિંગ વર્ઝન માટે યોગ્ય અવાજો પસંદ કરતા પહેલાં 1,500થી વધુ રિયલ વોઈસ આર્ટિસ્ટ્સના વર્ક સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. આટલા બધા સેમ્પલની ચકાસણી કર્યા બાદ જ નક્કી કરવામાં આવશે કે કઈ ભાષામાં કયો અવાજ પાત્ર સાથે યોગ્ય ન્યાય કરી શકશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આંતરરાષ્ટ્રીય સ્તરે રિલીઝના મામલે 'વારાણસી' ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોટી ફિલ્મોમાં સામેલ થવા જઈ રહી છે. શાહરુખ ખાનની 'પઠાણ' (2023) અને 'રામાયણ' (2026) પછી 'વારાણસી' એવી ભારતીય ફિલ્મ બનશે જે 120થી વધુ દેશોના થિયેટરોમાં દસ્તક દેશે. આ ફિલ્મ તેલુગુ, હિન્દી, તમિલ, મલયાલમ અને બંગાળી ઉપરાંત ફ્રેન્ચ, સ્પેનિશ, જર્મન, અરબી, જાપાનીઝ અને કોરિયન જેવી પ્રમુખ વિદેશી ભાષાઓમાં ડબ કરવામાં આવશે. આ બહુપ્રતિક્ષિત ફિલ્મ 7 એપ્રિલ 2027ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT