ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રાજકોટના સમાચાર / ચા લવર્સને મોંઘી પડશે ચાની ચુસ્કી, અમદાવાદ બાદ રાજકોટમાં પણ 30 રૂપિયાની થઈ જશે ચા

મોંઘવારીનો માર / ચા લવર્સને મોંઘી પડશે ચાની ચુસ્કી, અમદાવાદ બાદ રાજકોટમાં પણ 30 રૂપિયાની થઈ જશે ચા

Published By: Vishal Khamar

Last Updated: 02:20 PM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાંડના ભાવમાં વધારાની સીધી અસર ચા પર પડી છે. ₹12માં મળતી ચા હવે ₹15 થઈ છે, જ્યારે દુકાનદારોનું કહેવું છે કે ₹10ની કટિંગ ચા પોસાતી નથી.

અમદાવાદ: ચાના રસિયાઓ માટે મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ખાંડના ભાવમાં થયેલા નોંધપાત્ર વધારાની અસર હવે ચાની ચૂસ્કી પર પણ જોવા મળી રહી છે. શહેરમાં કેટલીક જગ્યાએ 12 રૂપિયામાં મળતી ચાની કિંમત વધારીને 15 રૂપિયા કરવામાં આવી છે. દુકાનદારોના જણાવ્યા પ્રમાણે, ખાંડના ભાવમાં પ્રતિકિલો આશરે 25 રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે ચા બનાવવા પાછળનો ખર્ચ વધ્યો છે. દુકાનદારોનું કહેવું છે કે વધતા ખર્ચ વચ્ચે અગાઉના ભાવે ચા વેચવી મુશ્કેલ બની રહી છે.

50 કિલો ખાંડના ભાવમાં મોટો વધારો

એક દુકાનદારે જણાવ્યું હતું કે અગાઉ 50 કિલો ખાંડની બોરી આશરે 2,200 રૂપિયામાં મળતી હતી. હવે આ જ જથ્થા માટે આશરે 3,650 રૂપિયા ચૂકવવા પડે છે. એટલે કે બોરીદીઠ ખાંડના ભાવમાં આશરે 1,450 રૂપિયાનો વધારો થયો છે. દુકાનદારે કહ્યું કે, “હાલના ખર્ચે 10 રૂપિયામાં કટિંગ ચા આપવી પોસાય તેમ નથી. ચા, ખાંડ અને અન્ય સામગ્રીના ભાવ વધતાં ચાની કિંમતમાં વધારો કરવો પડે છે.”

ગ્રાહકો સારી ચા માટે વધુ રૂપિયા ચૂકવવા તૈયાર

ચાની કિંમત વધવા છતાં ચાના રસિકોમાં તેની માંગ યથાવત્ જોવા મળી રહી છે. કેટલાક ગ્રાહકોનું કહેવું છે કે જો ચાની ગુણવત્તા સારી હોય તો તેઓ થોડા વધુ રૂપિયા ચૂકવવા તૈયાર છે. જોકે, રોજ ચા પીતા ગ્રાહકોના માસિક બજેટ પર આ ભાવવધારાની સીધી અસર થવાની શક્યતા છે. ખાંડના વધેલા ભાવને પગલે ચાના કપથી શરૂ થયેલો આ ખર્ચ હવે સામાન્ય ગ્રાહકોના રોજિંદા બજેટમાં પણ વધારો કરી રહ્યો છે.

1 સપ્ટેમ્બરથી ચાના ભાવમાં થશે વધારો

રાજકોટમાં ચા પીવાના શોખીનોને હવે વધુ ખર્ચ કરવો પડશે. 1 સપ્ટેમ્બરથી રાજકોટમાં ચાના ભાવમાં વધારો કરવાનો વેપારીઓએ નિર્ણય લીધો છે. નવા ભાવ મુજબ અડધી ચા માટે ગ્રાહકોએ 15 રૂપિયા અને આખી ચા માટે 30 રૂપિયા ચૂકવવા પડશે. ખાંડ, દૂધ અને કોલસાના ભાવમાં સતત વધારો થતાં ચાના જૂના ભાવે વેચાણ કરવું વેપારીઓ માટે મુશ્કેલ બન્યું હોવાનું જણાવાયું છે. વધતા ખર્ચને પહોંચી વળવા ચાના ભાવમાં વધારો કરવો જરૂરી બન્યો હોવાનો દુકાનદારોનો દાવો છે. ભાવવધારાને કારણે રાજકોટવાસીઓની રોજિંદી ચાની ચૂસ્કી હવે ખિસ્સા પર પણ ભાર પાડશે.

ખાંડમાં થયેલા ભારે વધારાએ ગ્રાહકોની ચિંતા વધારી

સ્થાનિક બજારમાં ખાંડના ભાવમાં અચાનક થયેલા ભારે ઉછાળાએ સામાન્ય ગ્રાહકોની ચિંતા વધારી છે. છેલ્લા થોડા દિવસોમાં ખાંડના ભાવમાં નોંધપાત્ર વધારો થતાં ચા-કોફીના ધંધા પર સીધી અસર જોવા મળી રહી છે. ચાની કિટલી અને લારી ચલાવતા વેપારીઓ માટે વધતો ખર્ચ હવે ગ્રાહકો પાસેથી વસૂલવો પડી રહ્યો છે.

એક કપ ચા તૈયાર કરવાનો ખર્ચ વધી ગયો

ખાંડના ભાવમાં થયેલા વધારા સાથે દૂધ, ગેસ અને અન્ય સામગ્રીના ખર્ચમાં પણ વધારો થતાં એક કપ ચા તૈયાર કરવાનો ખર્ચ વધી ગયો છે. પરિણામે અનેક ચાની કિટલીઓમાં ચા-કોફીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અગાઉ રૂ.10માં મળતી અડધી કટીંગ ચાનો ભાવ હવે રૂ.15 કરવામાં આવ્યો છે, જ્યારે રૂ.15ની અડધી કોફી માટે હવે રૂ.20 ચૂકવવા પડી રહ્યા છે.

પાર્સલની સુવિધા પર પણ અસર પડી

ચાની કિટલી પર સસ્તા પાર્સલની સુવિધા પર પણ અસર પડી છે. અગાઉ રૂ.10માં મળતું ચાનું પાર્સલ હવે અનેક સ્થળોએ બંધ કરી રૂ.15થી રૂ.20ના લઘુત્તમ દરે આપવામાં આવી રહ્યું છે. વેપારીઓનું કહેવું છે કે કાચા માલના ભાવમાં સતત વધારો થવાને કારણે જૂના ભાવે ચા-કોફી વેચવી મુશ્કેલ બની છે.

આ પણ વાંચોઃ ગુજરાતીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં, પનીર બાદ દૂધમાં થયું ભેળસેળ, લાભ ખાટવા વનસ્પતિ ઘી ભેળવતા

ભાવવધારાની સૌથી વધુ અસર રોજિંદા ચા પીતા શ્રમિકો, નાના વેપારીઓ અને મધ્યમ વર્ગના લોકો પર પડી રહી છે. સામાન્ય રીતે નાની રકમમાં મળતી ચા હવે ઘરખર્ચના બજેટમાં પણ વધારાનો બોજ બની રહી છે. ખાંડના ભાવમાં વધુ સ્થિરતા નહીં આવે તો આગામી દિવસોમાં ચા-કોફીના ભાવ પર વધુ અસર થવાની શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

sugar price increase tea becomes expensive tea price hike

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ