ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / સપ્ટેમ્બરમાં શનિ-મંગળનો ખતરનાક યોગ, આ 3 રાશિના અટકી શકે છે કામ

photo-story

8 ફોટો ગેલેરી

ધર્મ / સપ્ટેમ્બરમાં શનિ-મંગળનો ખતરનાક યોગ, આ 3 રાશિના અટકી શકે છે કામ

Last Updated: 02:13 PM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિ અને મંગળ બંને શક્તિશાળી અને ઉગ્ર ગ્રહ માનવામાં આવે છે. 1 સપ્ટેમ્બર 2026થી શનિ અને મંગળ એકબીજાથી 90 ડિગ્રીના કોણ પર રહેશે જેના કારણે કેન્દ્ર યોગ બનશે.

1/8

photoStories-logo

1. આ 3 રાશિના જાતકો ચેતી જજો

શનિ કર્મફળ અને વિલંબના કારક છે જ્યારે મંગળ સાહસ, પરાક્રમ અને ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે. આ બંને ગ્રહોનો કેન્દ્ર સંબંધ કેટલીક રાશિઓ માટે પડકારજનક બની શકે છે. ખાસ કરીને વૃષભ, કન્યા અને મીન રાશિના જાતકોએ આ સમય દરમિયાન સાવધાની રાખવાની જરૂર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે શનિ-મંગળનો કેન્દ્ર સંબંધ કામકાજ અને પારિવારિક જીવનમાં તણાવ વધારી શકે છે. મહેનત કર્યા બાદ પણ પરિણામ મેળવવામાં વિલંબ થઈ શકે છે. તેથી આ સમય દરમિયાન કોઈપણ નિર્ણય ઉતાવળમાં ન લેવો.નોકરી કરતા લોકો માટે અધિકારીઓ અથવા સહકર્મીઓ સાથે મતભેદ થવાની શક્યતા રહે છે. નાની વાતને લઈને વિવાદ થઈ શકે છે તેથી ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે. વાહન ચલાવતી વખતે પણ ખાસ સાવધાની રાખો અને પૈસાની લેવડદેવડમાં ઉતાવળ ન કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/8

photoStories-logo

3. કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે આ યોગ માનસિક અશાંતિ અને અનિચ્છનીય તણાવનું કારણ બની શકે છે. કોઈ કામ અંતિમ તબક્કામાં પહોંચ્યા બાદ અટકી શકે છે જેના કારણે નિરાશા થઈ શકે છે.આ સમય દરમિયાન વેપારમાં કોઈ નવો પ્રયોગ કરવો અથવા મોટું રોકાણ કરવું જોખમી સાબિત થઈ શકે છે. કોઈ નવી શરૂઆત અથવા મોટો નાણાકીય કરાર શક્ય હોય તો થોડા સમય માટે ટાળવો યોગ્ય રહેશે. સાથે જ સ્વાસ્થ્ય અને ખાણીપીણી પર પણ ખાસ ધ્યાન આપવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. મીન રાશિ

મીન રાશિના જાતકો માટે શનિની દૃષ્ટિ અને મંગળનો કેન્દ્ર પ્રભાવ જીવનમાં ઉથલપાથલ વધારી શકે છે. વેપારમાં ભાગીદારો સાથે ગેરસમજ અથવા મતભેદ થવાની શક્યતા છે. નાની બેદરકારી પણ મોટું આર્થિક નુકસાન કરાવી શકે છે.આ સમય દરમિયાન ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લેવો. ખાસ કરીને મિલકત અને પૈસાની લેવડદેવડ સાથે જોડાયેલા મામલામાં તમામ દસ્તાવેજો ધ્યાનપૂર્વક તપાસો. કોઈપણ કરાર કરતા પહેલાં કાગળની કાર્યવાહી સંપૂર્ણપણે સ્પષ્ટ રાખવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/8

photoStories-logo

5. હનુમાનજીની આરાધના

મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસા અથવા બજરંગ બાણનો પાઠ કરી શકાય છે. જ્યોતિષીય માન્યતા અનુસાર હનુમાનજીની ઉપાસનાથી શનિ અને મંગળ સંબંધિત અશુભ પ્રભાવને શાંત કરવામાં મદદ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. સૂર્યદેવને અર્ઘ્ય આપો

દરરોજ સવારે તાંબાના લોટામાં પાણી લઈને સૂર્યદેવને અર્ઘ્ય આપો. સૂર્ય ઉપાસનાને આત્મવિશ્વાસ અને સકારાત્મકતા સાથે જોડવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/8

photoStories-logo

7. સંયમ અને સાવધાની રાખો

આ સમય દરમિયાન વાહન ધીમી ગતિએ ચલાવો અને ગુસ્સા પર નિયંત્રણ રાખો. કોઈપણ પ્રકારના કાયદાકીય અથવા જમીન સંબંધિત વિવાદથી દૂર રહેવાનો પ્રયાસ કરો. પૈસાની લેવડદેવડ અને મહત્વના નિર્ણયોમાં ઉતાવળ કરવાથી બચો.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Shani Mangal Kendra Yog September 2026 Rashifal Kendra Yog Rashifal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ