ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લાંચના ખેલમાં ડિજિટલ દાવ, રોકડ છોડીને ક્રિપ્ટોકરન્સી તરફ ભ્રષ્ટ અધિકારીઓ, ACB હવે ટ્રાન્ઝેક્શન ટ્રેલથી શોધશે લાંચનું નાણું

ગુજરાત / લાંચના ખેલમાં ડિજિટલ દાવ, રોકડ છોડીને ક્રિપ્ટોકરન્સી તરફ ભ્રષ્ટ અધિકારીઓ, ACB હવે ટ્રાન્ઝેક્શન ટ્રેલથી શોધશે લાંચનું નાણું

Published By: Nidhi Panchal

Last Updated: 02:51 PM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાંચ લેતા અધિકારીઓને રંગેહાથ પકડવા માટે વર્ષોથી બાતમી, ડિકોય અને માર્ક કરેલી ચલણી નોટો ACBનું અસરકારક હથિયાર રહી છે. પરંતુ હવે લાંચનો ખેલ રોકડથી આગળ વધી ડિજિટલ પેમેન્ટ અને ક્રિપ્ટોકરન્સી સુધી પહોંચતા તપાસની રીત પણ બદલાઈ રહી છે.

બાતમી, ડિકોય અને માર્ક કરેલી ચલણી નોટો-વર્ષોથી એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાંચ લેતા અધિકારીને રંગેહાથ પકડવા માટેની સૌથી સફળ પદ્ધતિ રહી છે, પરંતુ હવે ભ્રષ્ટાચારની રીતો રોકડથી આગળ વધી ડિજિટલ પેમેન્ટ અને ક્રિપ્ટોકરન્સી જેવાં માધ્યમો સુધી પહોંચી રહી છે ત્યારે એસીબી પણ પોતાની તપાસની પદ્ધતિઓમાં ટેક્નોલોજીનો સમાવેશ કરી રહી છે.

Metro

ACBના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ, બ્યૂરો હવે નાણાકીય સોફટવેર અને અન્ય ટેક્નોલોજીકલ સાધનો મેળવી રહ્યું છે, જેનાથી ભ્રષ્ટાચારના કેસોમાં મજબૂત પુરાવા એકત્ર કરી શકાય. ડિજિટલ પેમેન્ટના વધતા ઉપયોગને કારણે ફાઈનાન્શિયલ એનાલિસિસ હવે તપાસનો : મહત્ત્વનો હિસ્સો બની ગયું છે. એસીબીનું ધ્યાન માત્ર ભ્રષ્ટ નાણાની હિલચાલ શોધવા પૂરતું સીમિત નથી રહ્યું. હવે સમગ્ર ટ્રાન્ઝેક્શન ટ્રેલને દસ્તાવેજીકૃત કરવી અને કોર્ટમાં પણ ટકી શકે તેવા પુરાવા સાચવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

ઉપયોગમાં લેવાતી ચલણી નોટો પર ફિનોલ્ફથેલિન પાઉડર

પરંપરાગત ACB ટ્રેપમાં ઓપરેશન માટે ઉપયોગમાં લેવાતી ચલણી નોટો પર ફિનોલ્ફથેલિન પાઉડર લગાવવામાં આવે છે. આ પાઉડર લાંચની રકમ સ્વીકારનાર વ્યક્તિના હાથમાં ચોંટી જાય છે. લાંચની રકમ હાથ બદલાયા બાદ એસીબીની ટીમ કાર્યવાહી કરે છે અને આરોપીના હાથને સોડિયમ કાર્બોનેટના દ્રાવણથી ધોવામાં આવે છે. આ દ્રાવણ સાથે પ્રતિક્રિયા થતાં હાથ પર લાગેલો પાઉડર ગુલાબી રંગનો થઈ જાય છે. આ જ કારણસર આવી કાર્યવાહીને 'રંગેહાથ ઝડપાયો' કહેવામાં આવે છે.

આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પરથી 83 લાખનું સોનું ઝડપાયું, ભાવનગરની મહિલા ડોક્ટરની અનેક વિદેશી ટ્રિપથી કસ્ટમ્સને શંકા

ACBના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, સમય બદલાતાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓએ ક્રિપ્ટોકરન્સી અને ઓછા જાણીતા પેમેન્ટ માધ્યમોનો ઉપયોગ શરૂ કર્યો છે, જેના કારણે પરંપરાગત ટ્રેપ દ્વારા ગુનો સાબિત કરવો વધુ મુશ્કેલ બન્યો છે. ખાસ કરીને વરિષ્ઠ અધિકારીઓ સાથે સંકળાયેલા કેસોમાં લાંચ સ્વીકારવાની રીતમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. આવા અધિકારીઓ રોકડ રકમ સીધી સ્વીકારવાનું ટાળે છે. પરિણામે રોકડ હાથમાં લીધા વિના ડિજિટલ રીતે નાણાંની હેરફેર થઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ACB Investigation Digital Bribery

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ