ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગુજરાતીઓએ મુસાફરી પર બ્રેક મારી? આ કારણે ટ્રાવેલ બિઝનેસમાં 40% નો ઘટાડો નોંધાયો

અમદાવાદ / ગુજરાતીઓએ મુસાફરી પર બ્રેક મારી? આ કારણે ટ્રાવેલ બિઝનેસમાં 40% નો ઘટાડો નોંધાયો

Published By: Vishal Khamar

Last Updated: 03:17 PM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાચલ, જમ્મુ-કાશ્મીર અને આસામમાં વરસાદી આફત, મધ્ય પૂર્વ સંઘર્ષ અને હવાઈ ભાડાંમાં 50% વધારાથી ગુજરાતના પ્રવાસન વ્યવસાયમાં જુલાઈ-ઓગસ્ટ દરમિયાન 40% ઘટાડો.

હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને આસામમાં વરસાદી આફતોએ આ સિઝનમાં પ્રવાસન આધારિત રાજ્યોને મોટો ફટકો આપ્યો છે. બીજી તરફ, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે પણ પ્રવાસન ક્ષેત્રની મુશ્કેલીઓ વધી છે. તેની સીધી અસર ગુજરાતના પ્રવાસન વ્યવસાય પર પડી છે. મુસાફરીના વધતા ખર્ચ અને ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતાને કારણે પ્રવાસીઓએ બુકિંગ મોકૂફ રાખવાનું શરૂ કર્યું છે.

ટ્રાવેલ અને ટૂરિઝમ ક્ષેત્રના વ્યવસાયમાં ગયા વર્ષની સરખામણીએ જુલાઈ-ઓગસ્ટ દરમિયાન આશરે ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું છે. બીજી તરફ હવાઈ ભાડાંમાં લગભગ ૫૦ ટકાનો વધારો થતાં પ્રવાસીઓ તેમજ ટ્રાવેલ કંપનીઓ બંનેના બજેટ પર દબાણ વધ્યું છે.

છેલ્લા કેટલાક સપ્તાહથી એરફેરમાં નોંધપાત્ર વધારો થયો છે. વીકએન્ડ દરમિયાન હવાઈ ભાડાંમાં ખાસ ઉછાળો જોવા મળે છે. આ ઉપરાંત, ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતા અને કુદરતી આફતોના કારણે મુસાફરીનું આયોજન પણ પ્રભાવિત થયું છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસ-ભાજપ બંનેના કાર્યકર્તાઓ કહે છે,"કંઈક તો બદલાવાનું છે!" ગુજરાતના રાજકારણની ન જાણેલી વાતો!

ટ્રાવેલ એજન્ટ્સના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક મહિનામાં પશ્ચિમ એશિયાની કટોકટીની અસર કંપનીઓ તેમજ પ્રવાસીઓનાં બજેટ પર પડી છે. હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને આસામ સહિતના કેટલાંક રાજ્યોમાં કુદરતી આફતોના કારણે પ્રવાસીઓએ ત્યાં જવાનું ટાળ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat travel industry tourism business decline Gujarat tourism

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ