બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ''હું ગોવિંદા સાથે રૂમમાં એકલી...'', આખરે રાખી સાવંતે જણાવી એક્ટરની અસલી સચ્ચાઈ
Last Updated: 05:02 PM, 21 August 2026
ગોવિંદા અને સુનીતા આહુજાના 39 વર્ષના લગ્નજીવનનો અંત આવતો અટકી ગયો છે. તાજેતરમાં સુનીતા તેમના પુત્ર યશવર્ધન સાથે ફેમિલી કોર્ટ પહોંચ્યાં હતાં અને તેમણે પોતાની છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી હતી. ચાહકોને એમ લાગ્યું કે દંપતી વચ્ચેનો વિવાદ ઉકેલાઈ ગયો છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. ગુરુવારે રાત્રે રાખી સાવંતે પાપારાઝીની હાજરીમાં સુનીતા આહુજાને ફોન કર્યો હતો. સ્પીકરફોન પર વાત કરતી વખતે સુનીતાએ તેમના પતિ વિશે એવી વાત જણાવી કે જેને સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા.
ADVERTISEMENT
રાખીની સુનીતાને સલાહ
સુનિતાએ ખુલાસો કર્યો કે જો તેણે છૂટાછેડાની અરજી પાછી ખેંચી ન હોત, તો ગોવિંદા ફરીથી લગ્ન કરવાની તૈયારી કરી રહ્યા હતા. આ સમગ્ર મામલે રાખી સુનીતાના સમર્થનમાં હતી. 'ડ્રામા ક્વીન' તરીકે ઓળખાતી રાખીનો તો એવો પણ દાવો હતો કે તેણે જ સુનીતાને અરજી પાછી ખેંચવાની સલાહ આપી હતી. રાખીનું કહેવુ હતું કે સ્ટારની પત્નીએ ગોવિંદાની 200 કરોડ રૂપિયાની સંપત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તેને પોતાના નામે કરાવી લેવી જોઈએ. પછી પાપારાઝી સાથે વાત કરતી વખતે રાખીને ગોવિંદા અને સુનિતા આહુજા વચ્ચેના સંબંધો વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT
રાખીએ કહ્યું, "સુનીતા એક ગૃહિણી છે. તે મારી સારી મિત્ર છે અને અમે રોજ વાત કરીએ છીએ. તે મને પૂછતી હતી કે તેણે શું કરવું જોઈએ. ગોવિંદાના અન્ય સ્ત્રીઓ સાથેના સંબંધોનો અંત લાવવાના પ્રયત્નો કરીને હું થાકી ગઈ છું. મેં તેને છૂટાછેડાની અરજી પાછી ખેંચવાની સલાહ આપી હતી. સુનીતા તેના પતિને પ્રેમ કરે છે. જો તેણે ઈચ્છ્યું હોત, તો તે ગોવિંદાને વાદળી ડ્રમમાં ભરીને પહાડ પરથી નીચે ફેંકી શકતી હતી, તેની ચામાં ઝેર ભેળવી શકતી હતી અથવા તો તેને જીવતો દીવાલમાં ચણાવી પણ શકતી હતી. પરંતુ તે એક સારી સ્ત્રી છે."
ગોવિંદાએ ખરાબ નજરથી જોઇ નથી- રાખી
ADVERTISEMENT
રાખીએ લગ્નેતર સંબંધોના આરોપો અંગે ગોવિંદાનો બચાવ કર્યો. તેણે કહ્યું કે, ગોવિંદાનું કોઈ અફેર નથી. તે એક મુખ્ય અભિનેતા છે અને દરેક જણ સહ-કલાકારો સાથે કામ કરતા હોય છે. તેણે વધુમાં જણાવ્યું કે તે છેલ્લા 25 વર્ષથી ગોવિંદાને ઓળખે છે અને તેમની સાથે મોટા પાયે કામ કર્યું છે, તેમજ ભારપૂર્વક કહ્યું કે તેઓ 'હીરો નંબર 1' છે.
આ પણ વાંચોઃ હવે OTT પર રિલીઝ થઈ ગઈ અક્ષય કુમારની ફિલ્મ 'વેલકમ ટૂ ધ જંગલ', અહીં જોઇ શકશો
ADVERTISEMENT
હું ઘણી વખત ગોવિંદા સાથે એક રૂમમાં એકલી રહી છું, છતાં તેમણે ક્યારેય કોઈની સામે ખરાબ ઈરાદાથી જોયું નથી. ગોવિંદા-જી ખૂબ સારા વ્યક્તિ છે અને સુનીતા-જી પણ અદ્ભુત છે. પતિ-પત્નીની વચ્ચે આવનારી આ સ્ત્રી કોણ છે? આ ખોટું છે. હું એક સુંદર સ્ત્રી છું, જો ગોવિંદાએ મારી સાથે કોઈ અયોગ્ય વર્તન ન કર્યું, તો તેઓ અન્ય કોઈની સાથે આવું શા માટે કરે? રાખીની સલાહ હતી કે સુનીતા શાંત અને ધીરજવાન રહે; નહીં તો, તેમણે 200 કરોડનું નુકસાન સહન કરવું પડી શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT