ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'આજે તને અને તારા શેઠને જીવતા નહીં છોડું' કહી કર્મચારી પર છરીના ઘા ઝીંક્યા

અમદાવાદ / 'આજે તને અને તારા શેઠને જીવતા નહીં છોડું' કહી કર્મચારી પર છરીના ઘા ઝીંક્યા

Published By: Vishal Khamar

Last Updated: 03:49 PM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આસ્ટોડિયા વિસ્તારમાં રહેતા તૌફિક દેવગઢવાળાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં દાણીલીમડાના પરીક્ષિતલાલ નગરમાં રહેતા શરીફખાન પઠાણ વિરુદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે.

આસ્ટોડિયા વિસ્તારમાં રહેતા તૌફિક દેવગઢવાળાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં દાણીલીમડાના પરીક્ષિતલાલ નગરમાં રહેતા શરીફખાન પઠાણ વિરુદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે. તૌફિક સંયુક્ત પરિવારમાં રહે છે અને આસ્ટોડિયા ખાતે આવેલી સફલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં નોકરી કરે છે. ફરિયાદ મુજબ, ટ્રાવેલ્સ કંપનીના માલિક ફારુક રંગરેજને તેના કારીગર શરીફખાન પઠાણ સાથે અગાઉ બોલાચાલી થઈ હતી.

આ બાબતે ફારુક રંગરેજે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં શરીફખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને લઈને શરીફખાન અદાવત રાખતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ અદાવતના કારણે શરીફખાન છરી લઈને સફલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ખાતે આવ્યો હતો. તેણે તૌફિકને રોકીને કહ્યું હતું કે, તારા શેઠે મારા વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. હવે તમને જીવતા નહીં છોડું ત્યાર બાદ શરીફખાને આજે તને અને તારા શેઠને નહીં છોડું કહીને તોફિક પર છરી વડે હુમલો કર્યો હતો.

આ પણ વાંચોઃ ચોમાસું આવ્યું પણ ફળ્યું નહીં, છતા વરસાદે ગુજરાત રહ્યું તરસ્યું

આરોપીએ તૌફિક પર આડેધડ છરીના ઘા ઝીંકતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. હુમલા બાદ આસપાસના લોકો એકત્ર થતાં આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત તૌફિકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે કાગડાપીઠ પોલીસે હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસ અગાઉ થયેલી ફરિયાદ અને હુમલા પાછળની અદાવત સહિતના મુદ્દાઓની તપાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Astodia knife attack Taufik Devgadhwala Sharifkhan Pathan

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ