ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ઘઉંના લોટના નિકાસ પરનો પ્રતિબંધ હટ્યો, હવે મુક્ત વેપાર શરૂ

નિર્ણય / ઘઉંના લોટના નિકાસ પરનો પ્રતિબંધ હટ્યો, હવે મુક્ત વેપાર શરૂ

Published By: Nirav Kumar

Last Updated: 04:54 PM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે ઘઉંના લોટ, મૈદા, સોજી અને તેના સંબંધિત ઉત્પાદનોના એક્સપોર્ટ પરના 2022થી ચાલતા પ્રતિબંધને તાત્કાલિક અસરથી હટાવી દીધો છે. હવે આ ઉત્પાદનો વિદેશ મોકલવા પર કોઈ રોક રહી નથી.

કેન્દ્ર સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈને ઘઉંના લોટ તથા તેની સાથે જોડાયેલા બીજા ઉત્પાદનોની નિકાસ પર લાગેલી પ્રતિબંધને તાત્કાલિક અસરથી હટાવી દીધો છે. હવે ભારતમાંથી ઘઉંનો લોટ, મૈદા, સોજી, ઘઉંના લોટ અને બીજા સંબંધિત પ્રોડક્ટ્સને વિદેશ મોકલવાની મંજૂરી મળી ગઈ છે.

જેમાં કેન્દ્ર સરકારે સોમવારે સરકારે નિકાસ નીતિમાં ફેરફાર કરીને અગાઉનો પ્રતિબંધ પૂરેપૂરો રદ કર્યો છે. આમ પરિણામે આ ઉત્પાદનોનું નિકાસ હવે સામાન્ય રીતે થઈ શકશે.

ભારતે 12 જુલાઈ 2022ના રોજ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. તે વખતે સ્થાનિક બજારમાં ઘઉં અને લોટના ભાવ સતત વધી રહ્યા હતા. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વિશ્વભરમાં ઘઉંના ભાવમાં આશરે 40 ટકા સુધીનો વધારો થયો હતો અને ભારતમાંથી પણ મોટા પ્રમાણમાં ઘઉં વિદેશ જઈ રહ્યા હતા.

આ યુદ્ધને કારણે બ્લેક સી વિસ્તારમાં ઘઉંની સપ્લાય અને પરિવહન પર પણ મોટી અસર પડી હતી. આ વિસ્તાર વિશ્વના ઘઉંના કારોબારના લગભગ એક ચોથા ભાગ સાથે જોડાયેલો છે. તે સમયે ભારતે વૈશ્વિક બજારમાં ઘઉંની અછત પૂરી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

વધુ વાંચો : ભંગાર નહીં, ખજાનો! સરકારને કબાડ વેચી 6000 કરોડની કરી આવક

બાદમાં સરકારે ઘઉંના એક્સપોર્ટમાં થોડી છૂટ આપી હતી અને આ વર્ષે તેની વાર્ષિક મર્યાદા 50 લાખ ટન નક્કી કરવામાં આવી હતી. હવે નવા નિર્ણય બાદ ઘઉંના લોટ અને તેની સાથે જોડાયેલા ઉત્પાદનો પરની પાબંદી સંપૂર્ણરીતે હટી ગઈ છે. 2022 બાદ પહેલી વાર આ ઉત્પાદનોના એક્સપોર્ટને પૂરેપૂરી મુક્ત કરી દેવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

wheat flour wheat export restriction lifted

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ