ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદ એરપોર્ટ પરથી 83 લાખનું સોનું ઝડપાયું, ભાવનગરની મહિલા ડોક્ટરની અનેક વિદેશી ટ્રિપથી કસ્ટમ્સને શંકા

ગુજરાત / અમદાવાદ એરપોર્ટ પરથી 83 લાખનું સોનું ઝડપાયું, ભાવનગરની મહિલા ડોક્ટરની અનેક વિદેશી ટ્રિપથી કસ્ટમ્સને શંકા

Published By: Nidhi Panchal

Last Updated: 02:22 PM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શારજાહથી અમદાવાદ આવેલી ભાવનગરની મહિલા ડોક્ટર પાસેથી 83.14 લાખ રૂપિયાનું સોનું ઝડપાતા કેસમાં હવે કસ્ટમ્સની તપાસ વધુ ઊંડી બની છે. મહિલાની અગાઉની અનેક વિદેશી મુસાફરી અને સોનાને રોકાણ તરીકે ભારતમાં લાવવાના એંગલથી કસ્ટમ્સ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.

અમદાવાદ એરપોર્ટ પરથી 83.14 લાખ રૂપિયાથી વધુનું સોનું ઝડપાયા બાદ હવે કસ્ટમ્સની તપાસમાં દાણચોરી પાછળના હેતુને લઈને નવો એંગલ સામે આવ્યો છે. શારજાહથી આવેલી ભાવનગરની ૩૧ વર્ષીય મહિલા ડોક્ટર : હાઈ-નેક સ્વેટરની અંદર 499.450 ગ્રામ 24 કેરેટ સોનાની ચેઈન છુપાવી લાવી હતી.

ahmedabad-airport

કસ્ટમ્સની એર ઇન્ટેલિજન્સ ચુનિટે શંકાસ્પદ હિલચાલના આધારે તેને અટકાવી તપાસ કરતાં સોનાનો જથ્થો મળી આવ્યો હતો. કસ્ટમ્સ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ મહિલા ડોક્ટર અગાઉ પણ વિદેશની અનેક ટ્રિપ કરી ચૂકી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેના કારણે આ માત્ર એક વખતની દાણચોરી હતી કે પછી અગાઉ પણ સોનું લાવવામાં આવ્યું હતું.

રોકાણના હેતુથી ભારતમાં લાવતી હોવાની શક્યતા અંગે પણ તપાસ

તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક રીતે મહિલા સોનાને રોકાણના હેતુથી ભારતમાં લાવતી હોવાની શક્યતા અંગે પણ તપાસ ચાલી રહી છે. વિદેશમાંથી સોનું લાવી ભારતમાં તેની કિંમત વધે ત્યારે નફો મેળવવાના હેતુથી આ પ્રકારની દાણચોરી કરવામાં આવી હતી કે પછી કોઈ મોટા નેટવર્ક સાથે તેનો સંબંધ છે તે જાણવા કસ્ટમ્સ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ગોવિંદ ધોળકિયાની કંપનીને ધમકી, ફોન કરી કહ્યું 25 લાખ આપ, આવી રીતે પોલીસે આરોપીને પકડ્યો

જમ સોનાની કિંમત 83,14,843 રૂપિયા આંકવામાં આવી છે. હવે તેની અગાઉની વિદેશી મુસાફરી, મુસાફરી દરમિયાનની ગતિવિધિઓ અને સોનું કોની પાસેથી મેળવ્યું તથા કોને પહોંચાડવાનું હતું તેની વિગતો મેળવવા તપાસ તેજ કરવામાં આવી છે

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gold Smuggling Ahmedabad Airport Bhavnagar Doctor

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ