ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓ માટે મોટી સુવિધા, દીક્ષા પોર્ટલ પર 845થી વધુ વર્ચ્યુઅલ લેબ
Last Updated: 03:01 PM, 24 August 2026
શાળાઓમાં ધોરણ- 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન અને ગણિતનું પ્રેક્ટિકલ ભણતર હવે માત્ર શાળાની લેબ સુધી મર્યાદિત નહીં રહે.
ADVERTISEMENT

દીક્ષા પોર્ટલ પરએનસીઇઆરટીના અભ્યાસક્રમ આધારિત 845થી વધુ વર્ચ્યુઅલ લેબ અને ડિજિટલ રિસોર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓ ઘરે બેઠા પણ પ્રયોગોનું સિમ્યુલેશન કરી શકશે. ખાસ કરીને અમદાવાદમાં જે સીબીએસઈ શાળાઓમાં સ્માર્ટ ક્લાસ અને ડિજિટલ લર્નિંગનો ઉપયોગ થાય છે, ત્યાં આ સુવિધા વિદ્યાર્થીઓ માટે રિવિઝન અને કોન્સેપ્ટ ક્લિયર કરવા ઉપયોગી બનશે.
ADVERTISEMENT
તથા માહિતી ટેક્નોલોજી મંત્રાલય દ્વારા CIET-NCERTના સહયોગથી તૈયાર કરાયેલા આ ડિજિટલ રિસોર્સમાં ધોરણ, વિષય અને પ્રકરણ પ્રમાણે સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સીબીએસઈ સંલગ્ન શાળાઓને વિદ્યાર્થીઓ સુધી આ સુવિધા પહોંચાડવા માટે જણાવાયું છે.
ADVERTISEMENT
વિદ્યાર્થીઓને અલગથી કોઈ મોંઘાં સાધનો ખરીદવાની જરૂર નહીં પડે. એસીઈઆરટી પાઠ્યપુસ્તકના પ્રકરણની શરૂઆતમાં આપેલા QR કોડ સ્કેન કરતાં સંબંધિત ડિજિટલ રિસોર્સ અને વર્ચ્યુઅલ લેબ સુધી પહોંચી શકાય છે. મોબાઇલ એપ અને દીક્ષા પોર્ટલ પરથી પણ ધોરણ-વિષય-ચેપ્ટર પ્રમાણે સામગ્રી મેળવી શકાશે. જ્યારે વાસ્તવિક લેબમાં કેમિકલ, સાધન કે સમયની મર્યાદા રહે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.