ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / UPIના 10 વર્ષમાં ભારતની ડિજિટલ ક્રાંતિ! ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં 13,000 ગણો ઉછાળો, દુનિયામાં બની ભારતની ધાક

તમારા કામનું / UPIના 10 વર્ષમાં ભારતની ડિજિટલ ક્રાંતિ! ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં 13,000 ગણો ઉછાળો, દુનિયામાં બની ભારતની ધાક

Published By: Ajitsinh Jadeja

Last Updated: 10:20 PM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPI: દેશમાં ડિજિટલ વ્યવહારોની તસવીર બદલનાર યૂપીઆઇ પોતાની શાનદાર સફરના 10 વર્ષ પૂર્ણ કર્યા છે. આ દાયકામાં તેના ટ્રાન્ઝેક્શન વોલ્યૂમમાં લગભગ 13,000 ગણો ઐતિહાસિક વધારો જોવા મળ્યો છે.

25 ઓગસ્ટ 2016 એ ભારતના નાણાકીય ઇતિહાસમાં એક મોટી ક્રાંતિની શરૂઆત કરી. આ દિવસે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) લોન્ચ કરવામાં આવ્યું હતું. આજે યૂપીઆઇ તેની સફળતાના 10 વર્ષ પૂર્ણ કરે છે. એક સમય હતો જ્યારે લોકો રોકડ વિના ઘરની બહાર નીકળવામાં ખચકાટ અનુભવતા હતા, પરંતુ આજે યુપીઆઇ ક્યૂઆર કોડ દરેક જગ્યાએ દેખાય છે, નાની દુકાનોથી લઈને મોટા મોલ સુધી. નાણા મંત્રાલયના ડેટા અનુસાર યૂપીઆઇએ છેલ્લા દાયકામાં ડિજિટલ વ્યવહારોમાં 13,000 ગણો વધારો કર્યો છે. આ સિસ્ટમ દરેક ભારતીયના જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે.

વ્યવહારોમાં રેકોર્ડ વધારો

નાણાકીય વર્ષ 2016-17 માં યૂપીઆઇના વ્યવહારોનું પ્રમાણ ફક્ત 1.78 કરોડ હતું. હવે 2025-26 સુધીમાં આ આંકડો 24,162 કરોડથી વધુ થઈ ગયો છે. એ જ રીતે ટ્રાન્ઝેક્શન વેલ્યૂંની વાત કરીએ તો 0.07 લાખ કરોડ રૂપિયાથી વધીને લગભગ 314 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની દેખરેખ હેઠળ આ સિસ્ટમ વિકસાવી છે. તેની નવીન ટેકનોલોજીએ તેને વિશ્વભરમાં રીઅલ-ટાઇમ ચુકવણી માટે એક માપદંડ બનાવ્યો છે.

2026માં નવા રેકોર્ડ બનાવ્યા

2026નું વર્ષ યૂપીઆઇ માટે મહત્વપૂર્ણ વર્ષ રહ્યુ છે. મે 2026માં માસિક વ્યવહારનું પ્રમાણ પહેલીવાર 2300 કરોડને વટાવી ગયું. ત્યારબાદ જુલાઈ 2026માં આ આંકડો 2366 કરોડ ટ્રાન્ઝેક્શન સુધી પહોંચ્યો. યૂપીઆઇની 10 વર્ષની સફરમાં આ સૌથી વધુ માસિક રેકોર્ડ છે. આજે દરરોજ સરેરાશ 66 કરોડથી વધુ વ્યવહારો સફળતાપૂર્વક પૂર્ણ થાય છે.

VTV Digital 1

આ પણ વાંચોઃ તમારા કામનું / 5 સપ્ટેમ્બરે નવી Balenoની એન્ટ્રી! 3-સિલિન્ડર એન્જિન, CNG-AMT અને ADAS જેવા મોટા અપડેટ્સ

વૈશ્વિક સ્તરે સાબિત તાકાત

યૂપીઆઇની લોકપ્રિયતા ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ કાયમ છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ તેને વ્યવહાર વોલ્યુમ દ્વારા વિશ્વની સૌથી મોટી રીઅલ-ટાઇમ ચુકવણી સિસ્ટમ તરીકે માન્યું છે. 2025 સુધીમાં યૂપીઆઇ વૈશ્વિક રીઅલ-ટાઇમ ચુકવણી ટ્રાન્ઝેક્શન વોલ્યુમના આશરે 49% હિસ્સોદાર રહ્યું. હાલમાં યૂપીઆઇ યૂએઇ, ફ્રાન્સ, ભૂતાન, શ્રીલંકા, નેપાળ, સિંગાપોર, મોરેશિયસ, કતાર, કંબોડિયા, ગ્રીસ અને માલદીવ સહિત 11 દેશોમાં સફળતાપૂર્વક કાર્યરત છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Utility News UPI Digital Payments

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ