ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 07:23 PM, 24 August 2026
બધી પાર્ટીઓના નેતાઓના રંગરેલિયાની ઘટનાઓ સામે આવતી હોય છે જેમાં હવે વધુ એકનો ઉમેરો થયો છે. એમપીના રાજગઢના કોંગ્રેસ બ્લોક અધ્યક્ષ રાહુલ ડાંગી હોટલમાં 3 છોકરીઓ સાથે ઝડપાતા ખળભળાટ મચ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે પકડાયા ત્યારે તેમણે એવું બહાનું કાઢ્યું કે હું તો 'ચા પીવા હોટલમાં રોકાયો હતો' પરંતુ તેમની પાપલીલાનો પર્દાફાશ થઈ ગયો છે.
ADVERTISEMENT
3 યુવકો અને 3 યુવતીઓ વાંધાજનક હાલતમાં પકડાયા
શનિવારે સાંજે ગુના જિલ્લાના ચાચૌડામાં એક હોટલમાં પોલીસે દરોડા પાડ્યા બાદ હોબાળો મચી ગયો હતો. પોલીસે મનોહરથાના રોડ પર આવેલી હોટલ રાજ પેલેસમાં દરોડો પાડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, તેમને સાંજે 4 વાગ્યે માહિતી મળી હતી કે હોટલમાં અનૈતિક પ્રવૃત્તિઓ થઈ રહી છે. માહિતી મળતાં, પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને હોટલના રૂમનું નિરીક્ષણ કર્યું.
ADVERTISEMENT
શું છે પોલીસનો દાવો?
પોલીસનો દાવો છે કે તપાસ દરમિયાન ત્રણ યુગલો આપત્તિજનક સ્થિતિમાં મળી આવ્યા હતા. પોલીસની કાર્યવાહીથી હોટલમાં હંગામો મચી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણ યુવાનો યુવતીઓ સાથે શંકાસ્પદ સ્થિતિમાં ઝડપાયા હતા, જેમાં બેવરના કોંગ્રેસ બ્લોક પ્રમુખ રાહુલ ડાંગીનો પણ સમાવેશ થાય છે. દરોડા બાદ, હોટલ મેનેજર સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પોતાના બચાવમાં શું બોલ્યાં કોંગ્રેસ નેતા?
છોકરીઓ સાથે પકડાયા બાદ કોંગ્રેસ નેતાએ 'લાફો મારીને ગાલ લાલ રાખવા' જેવું કર્યુ હતું. તેમણે એવો લુલો બચાવ કર્યો કે હું તો ફક્ત ચા પીવા માટે હોટલમાં રોકાયો હતો. તેમનું કહેવું છે કે તેઓ રાજસ્થાનના કામખેડા મંદિરના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા અને હોટલમાં ચા પીવા માટે રોકાયા હતા. ડાંગીના જણાવ્યા મુજબ, હોટલમાં હંગામો થયો હતો અને પોલીસે તેમને સાથે લઈ ગયા હતા. તેમનો દાવો છે કે તેમને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.