ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સાણંદ–વિરમગામ હાઇવે પર વિદેશી દારૂની 32,392 બોટલો ઝડપાઈ, આખું કન્ટેનર ભરેલું હતું
Last Updated: 09:26 PM, 24 August 2026
ગુજરાતમાં દારુબંધીના ધજાગરા ઉડાવતા એક બનાવમાં સાણંદ–વિરમગામ હાઇવે પર દારુ ભરેલું કન્ટેનર ઝડપાયું છે. સાણંદ GIDC પોલીસે ₹1.11 કરોડથી વધુ કિંમતની 32,392 વિદેશી દારૂની બોટલો સાથે રાજસ્થાનના ડ્રાઇવરને ઝડપી પાડ્યો છે. પોલીસે રેડ કરી કન્ટેનરમાંથી 1,200 જેટલા પેટીઓ પકડી પાડી હતી. આ ટ્રક રાજસ્થાનની છે અને તેમાં પંજાબથી દારૂ ભરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
દારુનો મોટો જથ્થો સુરેન્દ્રનગરમાં પહોંચાડવાનો હતો
દારુનો આ મોટો જથ્થો સુરેન્દ્રનગરમાં પહોંચાડવાનો હતો પરંતુ અધવચ્ચે પોલીસે તેને પકડી પાડ્યો હતો. આ ખેપને સ્વીકારનાર 3 લોકો ફરાર થયા છે. દારૂની તમામ બોટલમાં બારકોડ સ્ટીકર સાથે છેડછાડ કરવામાં આવી હતી. પોલીસે સુરેન્દ્રનગરના દેવેન્દ્ર બોરીચા, નાગરાજ ખાચર અને દેવાયત ખરતાણીને વોન્ટેડ જાહેર કર્યા છે.
ADVERTISEMENT
વધુ વાંચો : 'ચા પીવા રોકાયો હતો' હોટલમાં 3 છોકરીઓ સાથે ઝડપાયા નેતા, પાપલીલા ઉઘાડી પડી
5 સામે ગુનો નોંધાયો
ADVERTISEMENT
પોલીસે કન્ટેનરના ડ્રાઇવર કરતારામ મેઘવાલ (ઉંમર 30)ની ઘટનાસ્થળેથી ધરપકડ કરી છે, જે રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધોરીમના તાલુકાનો રહેવાસી છે. પોલીસે 5 લોકો સામે ગુનો નોંધ્યો છે. સાણંદ GIDC પોલીસ દ્વારા આ ગુનામાં સંડોવાયેલા તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે દારૂના આ મોટા જથ્થાની પ્રાપ્તિ, તેના નાણાકીય વ્યવહારો, લોડિંગ અને પરિવહન સહિતની સમગ્ર સપ્લાય ચેઇનને ટ્રેસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.