ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / ગુજરાતમાં 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદ નહીં, જાણો આજે ક્યાં પડી શકે વરસાદ ?
5 ફોટો ગેલેરી
Last Updated: 06:09 AM, 25 August 2026
1/5
Gujarat Weather Forecast : ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધી અપેક્ષા મુજબનો વરસાદ જોવા મળ્યો નથી. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં નોંધાઈ રહ્યાં છે, જ્યારે અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદની રાહ જોવાઈ રહી છે. આ સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી જાહેર કરી છે.
2/5
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 30 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા ઓછી છે. જોકે, રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની સંભાવના અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ જોવા મળી રહી છે.
3/5
25થી 29 ઓગસ્ટ દરમિયાન વલસાડ, નવસારી, તાપી, ડાંગ, નર્મદા અને છોટા ઉદેપુર જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત કચ્છ, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા સહિતના વિસ્તારોમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા અને મોરબી સહિતના જિલ્લાઓમાં પણ કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ