ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આ જીવનું ઝેર સાપના ઝેર કરતાં પણ મોંઘું? 1 લિટરની કિંમત ₹80 કરોડથી વધુ, દવા સંશોધનમાં થાય છે ઉપયોગ
5 ફોટો ગેલેરી
Last Updated: 12:17 AM, 25 August 2026
1/5
સાપના ઝેર વિશે તો ઘણા સાંભળ્યું હશે પણ શું તમે જાણો છો કે સાપના ઝેર કરતાં પણ વધુ મોંઘું કોઈ બીજા જીવનું ઝેર વેચાય છે? અને આ કોઈ દુર્લભ પ્રાણી નથી તમે તેને તમારા ઘરની આસપાસ કે ક્યારેક ઘરની અંદર પણ જોયું હશે. આ ઝેરની કિંમત એટલી ઊંચી છે કે જો કોઈની પાસે એક લિટર હોય તો તેને તેના 100 કરોડ રૂપિયા કરતાં વધુ મળી શકે છે. તો ચાલો જાણીએ આ જીવ કોણ છે અને તેનું ઝેર આટલું મોંઘું કેમ વેચાય છે.
2/5
વાત થઈ રહી છે વીંછીની. વીંછીનું ઝેર ખૂબ ઊંચા ભાવે વેચાય છે. વીંછીઓમાં પણ ડેથસ્ટૉકર નામની પ્રજાતિ સૌથી વધુ ખતરનાક માનવામાં આવે છે. તેના એક ગેલન એટલે કે લગભગ 3.8 લિટર ઝેરની કિંમત લગભગ 39 મિલિયન ડોલર એટલે કે આશરે 320 કરોડ રૂપિયા છે. એટલે એક લિટર ઝેરની કિંમત લગભગ 100 કરોડ રૂપિયા પડે છે.
3/5
4/5
5/5
આટલી ઊંચી કિંમત પાછળનું સૌથી મોટું કારણ છે તેનો મેડીકલ ઉપયોગ. આ ઝેરમાં ક્લોરોટોક્સિન નામનું તત્ત્વ હોય છે જે મગજ અને સ્પાઇનલ કેન્સરની કોષો સાથે જોડાઈ શકે છે. તેથી કેન્સર સંશોધન અને નિદાનમાં તેનો ઉપયોગ વધી રહ્યો છે.આ વીંછીઓને સંભાળવા પણ સરળ નથી. એક્સપર્ટ અનુસાર તેનો ડંખ મધમાખીના ડંખ કરતાં લગભગ 100 ગણો વધુ પીડાદાયક હોય છે. જોકે એક્સપર્ટ એમ પણ માને છે કે પીડાને માપવી મુશ્કેલ છે કેમ કે તે દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ