ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Raksha Bandhan 2026: 27 કે 28 ઓગસ્ટે રક્ષાબંધન? પંચાંગ મુજબ 28મીએ જ બાંધજો રાખડી, જાણો કારણ

photo-story

6 ફોટો ગેલેરી

ધર્મ / Raksha Bandhan 2026: 27 કે 28 ઓગસ્ટે રક્ષાબંધન? પંચાંગ મુજબ 28મીએ જ બાંધજો રાખડી, જાણો કારણ

Last Updated: 11:59 PM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

આ વર્ષે રક્ષાબંધન કઈ તારીખે મનાવવી તેને લઇ મૂંઝવણ છે. તેનું શુભ મુહુર્ત કયું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં ચાલો આ વિષે જાણીએ.

1/6

photoStories-logo

1. રક્ષાબંધન

રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે અને આ વખતે તારીખને લઈને લોકોમાં થોડી મૂંઝવણ છે. સાવન પૂનમની તિથિ પર ભદ્રા અને ચંદ્રગ્રહણને કારણે ઘણા લોકો પૂછી રહ્યા છે કે રાખડી 27 ઑગસ્ટે બાંધવી કે 28 ઑગસ્ટે. પણ આ વર્ષે રક્ષાબંધન 28 ઑગસ્ટે મનાવવું વધુ યોગ્ય રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. હિંદુ પંચાંગ

હિંદુ પંચાંગ મુજબ શ્રાવણ પૂનમની તિથિ 27 ઑગસ્ટે સવારે 9:08 વાગ્યે શરૂ થશે અને 28 ઑગસ્ટે સવારે 9:08 વાગ્યે પૂરી થશે. ઉદય તિથિના આધારે 28 ઑગસ્ટે જ તહેવાર મનાવવાની સલાહ આપવામાં આવી છે. આ દિવસે ચંદ્રગ્રહણ સવારે 6:53 થી બપોરે 12:31 સુધી રહેશે પણ ભારતમાં તે દેખાશે નહીં. તેથી ગ્રહણને લઈને ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. રાખડી બાંધવાના બે શુભ મુહૂર્ત

28 ઑગસ્ટની સવારે 6:24થી 9:48 સુધી રાખડી બાંધવાનો સારો સમય છે. આ સમય પૂનમ તિથિ દરમિયાન રહેશે. જો કોઈ કારણસર સવારે ન બાંધી શકો તો બીજો શુભ મુહૂર્ત બપોરે 12:01થી 1:05 સુધી છે, જે અભિજિત મુહૂર્ત કહેવાય છે. ભાઈ-બહેન પોતાની સગવડ મુજબ આ બંનેમાંથી કોઈ એક સમયે તહેવાર મનાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ભદ્રાની કોઈ અસર નહીં રહે

રાખડી બાંધતી વખતે ભદ્રાને લઈને પણ ઘણાના મનમાં સંશય રહે છે. આ વખતે ભદ્રા 27 ઑગસ્ટે સવારે 9:08 થી શરૂ થઈને રાતે 9:32 સુધી રહેશે. એટલે 28 ઑગસ્ટે જ્યારે રક્ષાબંધન મનાવવામાં આવશે ત્યારે ભદ્રાનો સમય પૂરો થઈ ગયો હશે. આથી જણાવેલા શુભ સમયમાં રાખડી બાંધવામાં ભદ્રાની કોઈ અડચણ નહીં રહે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. રાખડી બાંધતી વખતે દિશા અને પૂજન વિધિ

રાખડી બાંધતી વખતે ભાઈનું મુખ પૂર્વ દિશા તરફ રાખવાની સલાહ આપવામાં આવે છે. જો તે શક્ય ન હોય તો ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસી શકાય. બહેન ભાઈના કપાળે તિલક અને અક્ષત લગાડે. પછી પહેલા મૌલી કે રક્ષા સૂત્ર બાંધે અને ત્યારબાદ પસંદની રાખડી બાંધી શકે. અંતે ભાઈની આરતી કરીને મીઠાઈ ખવડાવવાની પરંપરા નિભાવી શકાય. રક્ષા સૂત્ર બાંધતી વખતે “ॐ येन बद्धो बलि राजा दानवेन्द्रो महाबलः, तेन त्वाम् प्रतिबध्नामि रक्षे मा चल मा चल.”બહેનો પરંપરાગત મંત્રનું ઉચ્ચારણ કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

auspicious date confusion Raksha Bandhan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ