ન્યૂઝ અપડેટ્સ
VTV / NRI News / H-1B Visa: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીયોને આપ્યો મોટો ઝટકો, US વિઝા માટે 99 લાખ રૂપિયા, તમને કેવી અસર પડશે?
Last Updated: 07:26 AM, 25 August 2026
અમેરિકામાં નોકરીનું સપનું જોતા ભારતીયો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પ પ્રશાસને નવા H-1B વિઝા માટે 1 લાખ ડોલરથી વધુની ફી કાયમી કરવાની દરખાસ્ત કરી છે.જો આ દરખાસ્ત લાગુ થશે તો અમેરિકામાં ભારતીય પ્રોફેશનલ્સને નોકરી આપતી કંપનીઓનો ખર્ચ મોટા પ્રમાણમાં વધી શકે છે. તેની સીધી અસર વિદેશથી નવા કર્મચારીઓને હાયર કરવાની પ્રક્રિયા પર પણ પડી શકે છે.અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે નવા H-1B વિઝા માટે 1,03,265 ડોલરની ફી પ્રસ્તાવિત કરી છે. ભારતીય ચલણ પ્રમાણે આ રકમ આશરે 99 લાખ રૂપિયા જેટલી થાય છે. જોકે આ ફી દરેક H-1B કેસ પર લાગુ નહીં થાય.
ADVERTISEMENT
H-1B વિઝા કાર્યક્રમમાં ભારતીય પ્રોફેશનલ્સનો સૌથી મોટો હિસ્સો છે. સત્તાવાર આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2025માં H-1B કર્મચારીઓમાં લગભગ 70 ટકા ભારતીય હતા. ચીન લગભગ 12 ટકા હિસ્સા સાથે બીજા ક્રમે હતું. તેથી નવી ફીનો સૌથી મોટો પ્રભાવ ભારતીયો પર પડવાની શક્યતા છે.
ADVERTISEMENT
H-1B અમેરિકાની મહત્વની વર્ક વિઝા કેટેગરી છે. આ વિઝા હેઠળ અમેરિકન કંપનીઓ ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, શિક્ષણ, રિસર્ચ અને અન્ય વિશેષ ક્ષેત્રોમાં વિદેશી પ્રોફેશનલ્સને નોકરી આપી શકે છે. દર વર્ષે 65 હજાર સામાન્ય H-1B વિઝા ઉપલબ્ધ હોય છે. અમેરિકામાં ઉચ્ચ ડિગ્રી મેળવનારા ઉમેદવારો માટે વધારાના 20 હજાર વિઝાની જોગવાઈ છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
પ્રસ્તાવિત નવી ફી તમામ H-1B અરજીઓ માટે લાગુ નહીં થાય. અમેરિકામાં પહેલાથી સ્ટુડન્ટ વિઝા પર રહેલા અને ત્યાંથી H-1B સ્ટેટસ મેળવતા વિદેશી નાગરિકોને આ ફીમાંથી રાહત મળી શકે છે. આ ઉપરાંત હાલના H-1B વિઝાના રિન્યુઅલ પર પણ આ ફી લાગુ નહીં થાય.
ADVERTISEMENT
સૌથી વધુ અસર એવા ભારતીયો પર પડી શકે છે જેમને અમેરિકન કંપનીઓ સીધી ભારત અથવા અન્ય દેશમાંથી નોકરી માટે બોલાવે છે. આવા કિસ્સામાં કંપનીને એક કર્મચારી માટે 1,03,265 ડોલર સુધીની વધારાની ફી ચૂકવવી પડી શકે છે. આટલો મોટો ખર્ચ હોવાથી કંપનીઓ વિદેશી કર્મચારીઓની ભરતી કરતા પહેલાં અનેક વખત વિચાર કરી શકે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ મોંઘવારીએ પાકિસ્તાનીઓની કમર તોડ્યા બાદ વીજળી ગુલ થઈ, ઉગ્ર બની જનતા, કરાચી બન્યું કુરુક્ષેત્ર
અમેરિકન સરકારે અગાઉ પણ H-1B વિઝા માટે 1 લાખ ડોલરની ફી લાગુ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે એક સેન્ટ્રલ કોર્ટે આ નિર્ણય પર રોક લગાવી હતી અને મામલો કાનૂની વિવાદમાં છે. હવે નવી દરખાસ્ત પર 30 દિવસ સુધી લોકો પાસેથી અભિપ્રાય લેવામાં આવશે. ત્યારબાદ તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે.
અગાઉ H-1B સાથે જોડાયેલી ફી સામાન્ય રીતે 2 હજારથી 5 હજાર ડોલરની આસપાસ હતી. તેની સરખામણીએ 1,03,265 ડોલરની નવી દરખાસ્ત ઘણી મોટી છે. જો આ નિયમ અમલમાં આવશે તો અમેરિકન કંપનીઓ માટે વિદેશથી પ્રોફેશનલ્સની ભરતી કરવી વધુ ખર્ચાળ બની શકે છે અને તેનો સૌથી મોટો ફટકો ભારતીય ઉમેદવારોને પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.