ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / મોંઘવારીએ પાકિસ્તાનીઓની કમર તોડ્યા બાદ વીજળી ગુલ થઈ, ઉગ્ર બની જનતા, કરાચી બન્યું કુરુક્ષેત્ર
Last Updated: 11:16 AM, 24 August 2026
પાકિસ્તાન હાલમાં એટલી ગંભીર આંતરિક અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે કે સમગ્ર વિશ્વ આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. એક તરફ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પોતાના અધિકારો માટે સંઘર્ષ કરી રહ્યું છે, તો બીજી તરફ બલોચિસ્તાન પણ બળવાના માહોલમાંથી પસાર થઈ રહ્યું છે. આટલું ઓછું હોય તેમ, હવે કરાચીમાં લોકો પાયાની સુવિધાઓની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે. તેમની એકમાત્ર માંગ વીજળીના બહેતર પુરવઠાની છે. મુખ્ય શહેરોમાં વીજળીનું સંકટ સતત વકરી રહ્યું છે અને લોકોનો રોષ એટલી હદે વધી ગયો છે કે, તેઓ વિરોધ પ્રદર્શનો કરવા મજબૂર બન્યા છે.
ADVERTISEMENT
કરાચીમાં લાંબા સમય સુધી વીજળી ગુલ રહેવાની સમસ્યા સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. આ ઘટના મંગહવીર રોડ નજીક આવેલા ન્યૂ નાઝિમાબાદ વિસ્તારમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, વીજળી કાપથી રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓએ વિરોધ પ્રદર્શન દરમિયાન પથ્થરમારો અને હિંસા આચરી હતી. આ ઘટનામાં પોલીસના ત્રણ જવાનો ઘાયલ થયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ઘટનાસ્થળે કાર્યવાહી કરી હતી. આ વિસ્તારમાં તણાવનું વાતાવરણ બનેલુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, લાંબા સમય સુધી વીજળી ગુલ રહેવા અને તેના કારણે લોકોને પડતી મુશ્કેલીઓને લીધે આ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે.
મોટા શહેરોમાં વિજળી ગુલ થવા પર ખરાબ હાલ થયો
ADVERTISEMENT
કરાચી, ઈસ્લામાબાદ અને રાવલપિંડીના રહેવાસીઓ વીજળી કાપની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કરાચીમાં સ્થિતિ સૌથી ખરાબ છે, જ્યાં અહેવાલો અનુસાર, અનેક વિસ્તારોમાં દરરોજ 12 કલાક કે તેથી વધુ સમય માટે વીજળી ગુલ રહે છે. પરિણામે, લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને કલાકો સુધી રસ્તાઓ રોકી રાખ્યા હતા, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો અને હજારો મુસાફરો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા.વિરોધ કરનારાઓનું કહેવું છે કે, ઘણીવાર વીજળી કાપ અંગે અગાઉથી કોઈ જાણ કરવામાં આવતી નથી, જેના કારણે આવી સ્થિતિ સર્જાય છે. વીજળીના અભાવની અસર પાણીના પુરવઠા પર પણ પડી રહી છે.
આ પણ વાંચોઃ VIDEO: જાપાનમાં રાતના 10.45 વાગ્યે આવ્યો 6ની તીવ્રતાનો મોટો ભૂકંપ, બધું ડોલવા લાગ્યું
ADVERTISEMENT
વરસાદે ઇસ્લામાબાદ-રાવલપિંડીના હાલ થયા બેહાલ
ઈસ્લામાબાદ અને રાવલપિંડીના શનિવારે રાત્રે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. મુશળધાર વરસાદને કારણે રસ્તાઓ અને અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેનાથી વીજ પુરવઠામાં સમસ્યાઓ સર્જાઈ હતી. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, કરાચીમાં વીજળી ગુલ થવા પાછળ અનેક કારણો જવાબદાર છે. ઉનાળાની ઋતુમાં એર કંડિશનર, પંખા અને ઠંડક આપતા ઉપકરણોના વધતા ઉપયોગને કારણે વીજળીની માંગમાં ભારે વધારો થાય છે. આ ઉપરાંત, ગેસ અને RLNGના પુરવઠામાં આવતા અવરોધોને કારણે વીજ ઉત્પાદન પર અસર પડી રહી છે. ટ્રાન્સફોર્મર અને પાવર લાઈનોમાં આવતી ખામીઓને લીધે પણ વધારાના વીજ કાપ સર્જાય છે. વળી, વીજળીની ચોરી અને બિલની ઓછી વસૂલાતને કારણે અમુક વિસ્તારોમાં વીજ કાપ વધુ વારંવાર જોવા મળે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.