ન્યૂઝ ઉપડેટસ

logo

VTV / ભારત / ખાંડ પછી હવે ડુંગળીના ભાવમાં ઉછાળો, કિલોએ રૂ. 42 પહોંચતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

National / ખાંડ પછી હવે ડુંગળીના ભાવમાં ઉછાળો, કિલોએ રૂ. 42 પહોંચતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Published By: Nidhi Panchal

Last Updated: 08:49 AM, 24 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખાંડના ભાવમાં સતત વધારો થયા બાદ હવે રસોડાની બીજી મહત્વની ચીજ ડુંગળીના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ એક વર્ષ કરતાં 45 ટકા અને એક મહિનામાં 19 ટકા વધતાં કેન્દ્ર સરકારે બફર સ્ટોકમાંથી ડુંગળી બજારમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે.

ખાંડના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હવે ડુંગળીના વધતા ભાવે પણ સામાન્ય લોકોની ચિંતા વધારી છે. વિવિધ પ્રદેશોમાં ડુંગળીના ભાવમાં થયેલા વધારાને રોકવા માટે કેન્દ્ર સરકાર પોતાના બફર સ્ટોકમાંથી ડુંગળી બજારમાં કાઢવાની શરૂઆત કરશે. શનિવારે ડુંગળીનો સરેરાશ ભાવ વધીને પ્રતિ કિલો રૂ. 42 થયો હતો. આ ભાવ ગયા વર્ષ કરતાં 45 ટકા અને ગયા મહિનાની સરખામણીએ 19 ટકા વધારે છે. વધતા ભાવને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકાર સોમવારથી નાસિકથી દિલ્હી, ચેન્નાઈ, કોચી અને ગુવાહાટી સુધી ‘કાંડા એક્સપ્રેસ’ દોડાવશે. આ એવા શહેરો છે જ્યાં ડુંગળીના ભાવ રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે.

onion (5)

દિલ્હીમાં ડુંગળીનો છૂટક ભાવ પ્રતિ કિલો રૂ. 65 સુધી પહોંચી

ગ્રાહક બાબતોના વિભાગના આંકડા પ્રમાણે દિલ્હીમાં ડુંગળીનો છૂટક ભાવ પ્રતિ કિલો રૂ. 65 સુધી પહોંચી ગયો છે, જ્યારે એક વર્ષ પહેલાં દિલ્હીમાં ડુંગળી રૂ. 35 પ્રતિ કિલોના ભાવે મળતી હતી. એટલે દિલ્હીમાં એક વર્ષમાં ડુંગળીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ચેન્નાઈમાં પણ ડુંગળીના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે. ચેન્નાઈમાં ગયા વર્ષે ડુંગળી રૂ. 33 પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી, જ્યારે હવે તેનો ભાવ વધીને રૂ. 58 પ્રતિ કિલો થયો છે. આ ઉપરાંત કેરળ અને આસામના કેટલાક વિસ્તારોમાં પણ ડુંગળીના ભાવ ઊંચા ચાલી રહ્યા છે.

હાલ ડુંગળીની ઉપલબ્ધતાને લઈને ચિંતા કરવાની જરૂર નથી

સરકારના અધિકારીઓના જણાવ્યા મુજબ વેપારીઓ દ્વારા કૃત્રિમ રીતે ડુંગળીના ભાવ વધારવામાં આવે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને સરકાર બફર સ્ટોકમાંથી ડુંગળી ઓછી કિંમતે બજારમાં ઉપલબ્ધ કરાવશે. સરકારનો હેતુ વધતા ભાવને નિયંત્રિત કરવાનો અને સામાન્ય લોકોને રાહત આપવાનો છે. અધિકારીઓએ એમ પણ જણાવ્યું છે કે આગામી મહિનાઓમાં માંગને પહોંચી વળવા માટે સરકાર અને ખેડૂતો બંને પાસે ડુંગળીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. એટલે હાલ ડુંગળીની ઉપલબ્ધતાને લઈને ચિંતા કરવાની જરૂર નથી.

5થી 7 ટકાનો ઘટાડો થવાના અહેવાલો સામે આવ્યા છે

ડુંગળીના ભાવમાં વધારા પાછળ બજારના સૂત્રો મહારાષ્ટ્રમાં ખરીફ ડુંગળીના ઉત્પાદનમાં થયેલા ઘટાડાને મુખ્ય કારણ ગણાવી રહ્યા છે. દેશના સૌથી મોટા ડુંગળી ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં ખરીફ ડુંગળીના ઉત્પાદનમાં 5થી 7 ટકાનો ઘટાડો થવાના અહેવાલો સામે આવ્યા છે. ઉત્પાદન ઘટવાના અહેવાલો વચ્ચે બજારમાં ડુંગળીની સપ્લાય પર અસર પડતાં ભાવમાં વધારો થયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું છે.

onion

આ ભાવવધારા વચ્ચે સરકારની બે સહકારી એજન્સીઓ નાફેડ અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન એટલે કે NCCFએ ચાલુ નાણાકીય વર્ષ માટે બફર સ્ટોક તરીકે લગભગ 1.2 લાખ ટન ડુંગળીની ખરીદી કરી છે. મે મહિનાની શરૂઆતમાં આ એજન્સીઓએ ડુંગળીની ખરીદી કિંમત પ્રતિ ક્વિન્ટલ રૂ. 1,270 નક્કી કરી હતી. જોકે ખરીદીને વેગ આપવા માટે ગયા અઠવાડિયે આ કિંમતમાં સુધારો કરીને પ્રતિ ક્વિન્ટલ રૂ. 2,645 કરવામાં આવી હતી. આ સ્ટોકમાંથી જ હવે વધતા ભાવને નિયંત્રિત કરવા માટે ડુંગળી બજારમાં પહોંચાડવામાં આવશે.

દેશમાં ડુંગળીનું ઉત્પાદન 307 લાખ ટન રહેવાનો અંદાજ

કૃષિ મંત્રાલયના બીજા આગોતરા અંદાજ મુજબ 2025-26 પાક વર્ષ એટલે કે જુલાઈથી જૂનના સમયગાળા દરમિયાન દેશમાં ડુંગળીનું ઉત્પાદન 307 લાખ ટન રહેવાનો અંદાજ છે. આ ઉત્પાદન 2024-25 પાક વર્ષના ઉત્પાદન જેટલું જ છે. આમ, કુલ ઉત્પાદનના અંદાજમાં મોટો ઘટાડો જોવા મળતો નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં ઉત્પાદન અને સપ્લાયને લઈને આવેલા અહેવાલોની અસર સ્થાનિક બજારોમાં જોવા મળી રહી છે.

વધતા ભાવને કાબૂમાં લેવા માટે હસ્તક્ષેપ કર્યો

સરકારે અગાઉ પણ ડુંગળીના વધતા ભાવને કાબૂમાં લેવા માટે હસ્તક્ષેપ કર્યો હતો. છેલ્લે ઓક્ટોબર 2024માં વધતી કિંમતોને નિયંત્રિત કરવા માટે નાસિકથી દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં ‘કાંડા એક્સપ્રેસ’ ચલાવવામાં આવી હતી. હવે ફરી એક વખત નાસિકથી દિલ્હી, ચેન્નાઈ, કોચી અને ગુવાહાટી સુધી ડુંગળી પહોંચાડવા માટે આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : તહેવારો પૂર્વે ખાદ્યતેલોની આયાત વધતાં દસ મહિનાનો રેકોર્ડ તૂટ્યો

દરમિયાન, ડુંગળી બાદ ખાંડના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે છૂટક ખાંડનો ભાવ પ્રતિ કિલો રૂ. 62.50 થયો હતો. એક મહિના પહેલાં ખાંડ રૂ. 46 પ્રતિ કિલોના ભાવે વેચાતી હતી. એટલે એક મહિનામાં ખાંડના ભાવમાં 28.5 ટકાનો વધારો થયો છે. એક વર્ષ પહેલાંની સરખામણીએ પણ ખાંડનો ભાવ 34 ટકા વધારે છે. દિલ્હી અને મુંબઈમાં ખાંડનો છૂટક ભાવ અનુક્રમે રૂ. 65 અને રૂ. 69 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. જોકે ખાદ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ખાંડનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને આગામી દિવસોમાં પણ માંગને પહોંચી વળવા માટે પૂરતી ખાંડ છે. આમ, ખાંડ બાદ હવે ડુંગળીના ભાવ વધતાં સરકાર દ્વારા બફર સ્ટોકનો ઉપયોગ કરીને લોકોને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Onion Price Rise Kanda Express Buffer Stock

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ