બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભંગારની ચીજને કારણે વિસ્ફોટ, એક ભાઈની લાશ 30 ફૂટ દૂર પડી, નખત્રાણા બ્લાસ્ટમાં મોટું અપડેટ

કચ્છ / ભંગારની ચીજને કારણે વિસ્ફોટ, એક ભાઈની લાશ 30 ફૂટ દૂર પડી, નખત્રાણા બ્લાસ્ટમાં મોટું અપડેટ

Published By: Hiralal Parmar
Reported By: Alpesh Goswami

Last Updated: 09:54 PM, 23 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નખત્રાણાના કોટડામાં થયેલા છોટા હાથી બ્લાસ્ટમાં એક મોટું અપડેટ સામે આવ્યું છે .

નખત્રાણાના કોટડાના ભંગારવાડામાં 22 ઓગસ્ટે થયેલા ભીષણ બ્લાસ્ટ પાછળનું કારણ સામે આવ્યું છે. છોટા હાથીમાંથી ભંગાર ઉતારતી વખતે બ્લાસ્ટ થયો એટલે ગંભારમાં જ કોઈ વિસ્ફોટક વસ્તુ આવી હોઈ શકે છે આ બ્લાસ્ટમાં 2 સગાઓ ભાઈઓ અને 2 માસૂમના મોત થયા હતા.

છોટા હાથીમાંથી ભંગાર ઉતારતી વખતે બ્લાસ્ટ

પરિવાર છોટા હાથીમાં આજુબાજુના ગામડાઓમાં ફરીને ભંગારનો ભેગો કરે છે. ગાડીમાં આસપાસના ગામડાઓમાંથી ભંગાર એકઠો કરી ફેરી કરવાનો ધંધો કરતો હતો. બનાવના દિવસે તેઓ ભંગાર ભરીને પોતાના વાડે પરત આવ્યા હતા. બંને ભાઈઓ ગાડીમાંથી ભંગાર ખાલી કરતાં હતાં અને બે નાના બાળકો નજીક ઊભેલા હતા. ત્યારે અચાનક જ ધડાકા સાથે બ્લાસ્ટ થયો હતો.પ્રચંડ વિસ્ફોટને કારણે ચારેય ઝપેટમાં આવી ગયા હતા અને તેમના મોત થયા હતા.

એક ભાઈની લાશ 30 ફૂટ દૂર પડી

ભંગારના ખુલ્લા વાડામાં થયેલો વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે,એક ભાઈની લાશ 30 ફૂટ દૂર પડી હતી.આ ઉપરાંત ગાડીમાં રાખેલા ભંગારના ટુકડા દૂર આવેલા બાથરૂમ પર પડતા તેના પતરા પણ તુટી ગયા હતા.

વધુ વાંચો : 'વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો' ધાનેરામાં પરિણીતા સાથે લવ જેહાદ, ધર્મ પરિવર્તનનું દબાણ

વાહનના પાછળના ભાગના ઉડ્યાં ફુરચા

બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે તેનો ધડાકો આસપાસના દૂરના વિસ્તારો સુધી સંભળાયો હતો. વિસ્ફોટની તીવ્રતા એટલી વધુ હતી કે વાહનના પાછળના ભાગના ફુરચા ઉડી ગયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

nakhatrana news nakhatrana blast

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ