ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વલસાડના તીથલમાં સગીરા સાથે દુ*ષ્કર્મનો આરોપ! Instagramની 2 વર્ષની મિત્રતા બાદ 3 કિશોરો સામે POCSO હેઠળ ગુનો

ક્રાઈમ / વલસાડના તીથલમાં સગીરા સાથે દુ*ષ્કર્મનો આરોપ! Instagramની 2 વર્ષની મિત્રતા બાદ 3 કિશોરો સામે POCSO હેઠળ ગુનો

Published By: Vishal Khamar
Reported By: Manav Thakor

Last Updated: 10:28 AM, 25 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડના તીથલમાં સગીરા સાથે દુ*ષ્કર્મનો આરોપ! Instagramની 2 વર્ષની મિત્રતા બાદ 3 કિશોરો સામે POCSO હેઠળ ગુનો

વલસાડના તિથલ વિસ્તારમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી થયેલી મિત્રતા બાદ સગીરાને મળવા બોલાવી તેના પર ત્રણ કિશોરોએ દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. ઘટનાની જાણ થતાં વલસાડ સિટી પોલીસે પોક્સો એક્ટ સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં કાયદાના સંઘર્ષમાં આવેલા ત્રણેય કિશોરોને ડિટેઇન કર્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, 23 ઓગસ્ટની રાત્રે આશરે 8 વાગ્યાના અરસામાં આ ઘટના બની હતી. ભોગ બનનાર સગીરાની માતાની ફરિયાદના આધારે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. DySP એ. કે. વર્માના જણાવ્યા મુજબ, ફરિયાદમાં સગીરા પર ત્રણ શખસ દ્વારા દુષ્કર્મ આચર્યાની વિગતો સામે આવી હતી.

ઇન્સ્ટાગ્રામ પર બે વર્ષથી સંપર્ક

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સગીરા અને મુખ્ય કિશોરની ઓળખાણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફતે થઈ હતી. બંને છેલ્લા આશરે બે વર્ષથી સંપર્કમાં હતા અને સમય જતાં તેમની વચ્ચે પરિચય વધ્યો હતો. આરોપી કિશોરે સગીરાને તિથલ સ્થિત સાઈબાબા મંદિર નજીક મળવા માટે બોલાવી હતી. ત્યારબાદ સગીરા પોતાના બે મિત્રો સાથે ત્યાં પહોંચી હતી.

મંદિર પાછળના અવાવરૂ વિસ્તારમાં ઘટના

પોલીસ તપાસ મુજબ, તિથલ સાઈબાબા મંદિરની પાછળ આવેલા ઝાડી-ઝાંખરવાળા અવાવરૂ વિસ્તારમાં સગીરા સાથે કથિત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારબાદ અન્ય એક કિશોરને પણ ત્યાં બોલાવવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે કુલ ત્રણ કિશોરોને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર તરીકે ડિટેઇન કર્યા છે.

મોડી રાત સુધી ઘરે ન પહોંચતા પરિવારજનોએ શોધખોળ કરી

ઘટના બાદ સગીરા મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન ગભરાયેલી સગીરા એક સ્થળે સંતાઈ ગઈ હતી. રાત્રે આશરે 1:30 વાગ્યે તે બીએસએફ વાડી પાસેથી મળી આવી હતી. પરિવારજનોએ પૂછપરછ કરતાં સગીરાએ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ પરિવાર દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ફરિયાદના આધારે ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચોઃ સાયબર ટેરર કેસમાં NIAનો મોટો એક્શન! નડિયાદ સહિત 5 રાજ્યોમાં દરોડા, 54 સરકારી વેબસાઇટ પર DDoS હુમલાની તપાસ

પરિવારજનોની હિલચાલ જોઈ સગીરાને રસ્તામાં છોડી ફરાર

પોલીસના જણાવ્યા મુજબ, ઘટના બાદ આરોપીઓ સગીરાને પરત મૂકવા જઈ રહ્યા હતા. દરમિયાન પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી હોવાની હિલચાલ જોવા મળતાં આરોપીઓ સગીરાને રસ્તામાં જ છોડીને ફરાર થઈ ગયા હતા. વલસાડ સિટી પોલીસે ત્રણેય કિશોરોને ડિટેઇન કરી તેમની સઘન પૂછપરછ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની તપાસ ચાલુ છે અને પુરાવાઓના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat crime news Valsad minor case Valsad gangrape news

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ