ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સમલાપુરમાં 8 વર્ષના માસૂમની હ*ત્યાનો ભેદ ઉકેલાયો! આરોપીની અપહરણ બાદ કૂવામાં ફેંક્યાની કબૂલાત
Last Updated: 12:21 PM, 25 August 2026
સાબરકાંઠાના ઈડરના સમલાપુર ગામમાં 8 વર્ષના માસૂમ બાળકની હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રવિવારની રાતથી બાળક ગુમ થયા બાદ પરિવારજનો દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. બાળક ક્યાં ગયું અને તેની સાથે શું થયું તે અંગે પરિવાર સહિત ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
બાળક ગુમ થવાના મામલે ઈડર પોલીસે પણ તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા બાળકની શોધખોળ સાથે આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન પોલીસની શંકાની સોય 19 વર્ષના સાવનજી ઠાકોર નામના યુવક તરફ ગઈ હતી. પોલીસે શંકાસ્પદ યુવકની કડક પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન સમગ્ર મામલામાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી. પોલીસ તપાસ મુજબ સાવનજી ઠાકોરે 8 વર્ષના માસૂમ બાળકનું અપહરણ કર્યું હતું.
ADVERTISEMENT
આરોપીની પૂછપરછ દરમિયાન તેણે ગુનાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ પોલીસને ગામની સીમમાં આવેલા કૂવા અંગે માહિતી મળી હતી. પોલીસની ટીમે ગામની સીમમાં આવેલા કૂવામાં તપાસ હાથ ધરી હતી. કૂવામાં તપાસ કરતાં 8 વર્ષના માસૂમ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ મૃતદેહને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

ADVERTISEMENT
માત્ર 8 વર્ષની કુમળી વયના નિર્દોષ બાળકની આ રીતે હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારજનો માટે આ ઘટના અત્યંત આઘાતજનક બની છે, જ્યારે ગ્રામજનોમાં પણ આરોપી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે, આ સમગ્ર હત્યા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. બાળકનું અપહરણ શા માટે કરવામાં આવ્યું અને ત્યારબાદ તેને કૂવામાં શા માટે ફેંકી દેવામાં આવ્યો તે અંગે પોલીસ હવે વધુ તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
ઈડર પોલીસ આરોપી હત્યારા સાવનજી ઠાકોરને કોર્ટમાં રજૂ કરશે અને રિમાન્ડની માંગ કરશે. રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી સમગ્ર ઘટનાની પાછળનું સાચું કારણ જાણવા પ્રયાસ કરશે. આ સાથે જ સમગ્ર મામલામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે. બીજી તરફ પરિવારજનો અને ગ્રામજનો આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. 8 વર્ષના માસૂમ બાળકની હત્યાની આ ઘટનાએ સમલાપુર સહિત ઈડર વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે. હવે પોલીસની આગળની તપાસમાં હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું અને સમગ્ર ઘટનાની અન્ય કડીઓ શું છે તે સામે આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.